શિક્ષણ બોર્ડમાં ઊઠી માગણીઃ આ કારણે રાત્રિ શાળા-કોલેજો શરુ કરો…

અમદાવાદઃ ગુજરાતમાં દિવસે નોકરી-ધંધા અને રોજગાર અર્થે જતા લોકો માટે શિક્ષણ મળી શકે તે માટે રાત્રિ સ્કૂલ અને કોલેજ શરુ કરવાની માંગ ઉઠી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષા બોર્ડના સદસ્ય ડો. પ્રિયવદન કોરાટે 12 ઓક્ટોબરના રોજ યોજાઈ રહેલી બોર્ડની સામાન્ય સભામાં આ મુદ્દે ચર્ચા કરવા માટે એક પ્રસ્તાવ બોર્ડ સમક્ષ રાખ્યો છે. આમાં તેમણે રાત્રીના સમયે ધોરણ 9 થી લઈને 12 સુધી રાત્રિ સ્કૂલ શરુ કરવાની બોર્ડ દ્વારા મંજૂરી આપવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. કોરાટે સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયમાં પણ આની સાથે જોડાયેલો પ્રસ્તાવ રાખવાની તૈયારી દર્શાવી છે.

પ્રસ્તાવમાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યાં રાત્રિના સમયે શ્રમિક અને નોકરી કરતા લોકો માટે 11-12ની જૂનિયર કોલેજ ચાલે છે. આ સીવાય મહારાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાત્રીના સમયે કોલેજ પણ ચલાવવામાં આવતા હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કોરાટ દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં અત્યારે મોર્નિંગ અને નૂનના સમયમાં શાળાઓ ચાલે છે. રાત્રીના સમયમાં સ્કૂલ સંચાલિત કરવાની મંજૂરી આપવાનું કોઈ પ્રાવધાન નથી. ત્યારે આને લઈને જે વિદ્યાર્થીઓ, યુવક, યુવતીઓ, નિયમિત શાળાના સમય અનુસાર શાળાએ જઈ શકતા નથી. તેમને શિક્ષણનો અવસર પ્રદાન કરવા માટે રાત્રીના સમયે પણ ધોરણ 9 થી લઈને 12 સુધી શાળા શરુ કરવાની મંજૂરી આપવામાં આવે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]