દિલ્હી પબ્લિક સ્કૂલે ક્રિસમસની ઉજવણી કરી

અમદાવાદઃ ડીપીએસ-બોપલે ક્રિસમસની ઉજવણી કરી હતી. સ્કૂલે હાલમાં ચાલી રહેલી સિલ્વર જ્યુબલીની ઉજવણી ‘ગુડવિલ ગાલા’ના ભાગરૂપે ‘સેન્ટા @યૉર હોમ’ નામની એક્ટિવિટી લોન્ચ કરી હતી, જેમાં સેન્ટા ક્લોઝે ક્રિસમસની ભાવનાને વ્યક્ત કરી હતી તથા આનંદ અને અનુકંપાના સંદેશ પૂરા પાડ્યા હતા.

સેન્ટા ક્લોઝે નાનાં બાળકો સાથે મુલાકાત યોજી હતી. તેમણે ઉમંગ- સ્મિતની સાથે બાળકોને વિવિધ રમતો રમાડી ભરપૂર મોજમસ્તી કરાવી હતી તથા એક ગુડવિલ એમ્બેસેડર તરીકે તેમને ગુણવાન બનવા માટે અને સદ્વ્યવહારના રેન્ડમ કાર્યો કરવા માટે અને ખુશીઓ ફેલાવવા માટે પ્રેરિત કર્યા હતા.

બાળકો સેન્ટાની વર્ચ્યુઅલ હાજરીથી ખૂબ જ રોમાંચિત થઈ ઊઠ્યા હતા અને તેમણે પ્રત્યેક ક્ષણને માણી હતી. ક્રિસમસની ઉજવણી કરવા માટે આતુર બનેલા ભૂલકાંઓ માટે આ કાર્યક્રમ ભરપૂર ખુશીઓ લઈને આવ્યો હતો અને તેમના તરફથી તેને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]