અમદાવાદમાં સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામન, આ મુદ્દે બોલવુ ટાળ્યું પણ આર્મી ચીફ અંગે જણાવ્યું કે..

અમદાવાદ-અમદાવાદ આઈઆઈએમના આંગણે આજે કેન્દ્રીય સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામન મહેમાન બન્યાં હતાં. જ્યાં તેઓએ વિવિધ મુદ્દાઓ સંદર્ભે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું.સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામને ગૃહપ્રધાન રાજનાથસિંહે શનિવારે નવી સર્જિકલ સ્ટ્રાઈક અંગેના આપેલાં સંકેતાર્થ અંગે કશું બોલવું ટાળ્યું હતું.

પાકિસ્તાન સાથેના સંબંધો અંગે સરકારનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે પાકિસ્તાન સાથે આંતકવાદ અને મિત્રતા એક સાથે થઈ શકશે નહીં. પાકિસ્તાનને આતંકી ગતિવિધિઓના બધા જ પુરાવવા આપવામાં આવે છે પરંતુ જવાબમાં પાકિસ્તાર સરકાર તરફથી કાર્યવાહી કરવામાં આવતી નથી..પાકિસ્તાનમાં આજે પણ આતંકી હાફિઝ સઈદ પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાને કારણે મુક્ત છે. પાકિસ્તાન જવાબ આપવાની જગ્યાએ ઉલટા આરોપ લગાડે છે જે એમની નકારાત્મક માનસિકતા દાખવે છે…

જ્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાફેલ ડીલ મુદ્દે આક્રમક અંદાજમાં વાર કરવામાં આવી રહ્યાં છે ત્યારે રાફેલ વિમાનની કીમતો મુદ્દે સંસદમાં જવાબ આપી દઇ મામલો સ્પષ્ટ કરવામાં આવ્યો હોવાનું સીતારામને જણાવ્યું હતું. સંરક્ષણ પ્રદાને એ પણ સ્પષ્ટ કર્યું કે સરકાર દ્વારા આર્મી ચીફના બોલવા પર પ્રતિબંધ નથી..ભારત સરકારે રાફેલ ડીલ મામલે કોઇ કંપનીની ભલામણ કરી નથી, અલબત્ત યુ.પી.એના કાર્યકાળમાં જ 36 વિમાનમાંથી 33 થઈ ગઈ હોવાનો આક્ષેપ સીતારામને કર્યો હતો. તેમણે જણાવ્યું કે  યુ.પી.એ સરકારના કાર્યકાળમાં 18 તૈયાર રાફેલ વિમાન આવવાના હતાં, તેમાં અમે 36 તૈયાર વિમાન માંગ્યા છે…

સંરક્ષણપ્રધાન સીતારામને HAL અને અસોલ્ટનો કરાર યુ.પી.એના કાર્યકાળમાં થયાનું જણાવતાં ઉમેર્યું કે યુ.પી.એના કાર્યકાળમાં HAL અને એસોલટનો સંપૂર્ણ કરાર થયો ન હતો..HAL ભારતીય વાયુ સેનામાં ઉપયોગમાં લેવાતા હેલિકોપ્ટર સહિત અન્ય વસ્તુઓ પણ બનાવે છે.વડાપ્રધાન ફ્રાન્સ યાત્રાએ ગયાં ત્યારે વહેલી તકે રાફેલ વિમાન લાવવા મુદ્દે વાતચીત કરી હતી..