દક્ષિણ ગુજરાતમાં આ ગામે વાવાઝોડું, બાળકનું મોત, અનેક વૃક્ષો અને વીજથાંભલા પડી ગયાં

0
1112

ધરમપુરઃ ધરમપુરથી આશરે 40 કિમીના અંતરે અંતરિયાળ વિસ્તારના મોટી કોસબાડી ગામે મંગળવારે સાંજે ભારે પવન સાથે આવેલા વરસાદને લઈ ધરાશાયી થયેલા એક મકાનમાં દબાઇ ગયેલા 4 વર્ષીય માસૂમના થયેલા મોતને લઈ કરુણાતિકા સર્જાઈ હતી. ભારે પવનમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. ઘટનાની થયેલી જાણને લઈ પ્રદેશ આદિજાતિ મંત્રી ગણેશભાઈ બિરારી, અગ્રણી કેશવભાઈ જાદવ ઘટના સ્થળે ધસી જઈ મૃતક માસૂમના પિતા કમળ ભોયાને સાંત્વના આપી હતી. ઘટનાની જાણ થતાં PSI એન.ટી.પુરાણી સહિત પોલીસ સ્ટાફ અને ધરમપુરના ફાયરવિભાગના લાશકારો બંબા સાથે આખી પોહચયા હતા.

ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે જઈને કાટમાળ ખસેડવાની કામગીરી કરી હતી. ધરમપુર કોસબોડીમાં આવેલા આ ચક્રવાતે આ વિસ્તારમાં અનેક વૃક્ષો પણ ધરાશાયી કરી દીધા છે. તો આ સાથે જ એક વિજપોલ પણ તુટી પડતા અંધારપટ છવાયો હતો. તો આ સીવાય લડપાડા, ફળિયામાં ઘરોના પતરા, અને નળીયા ઉડ્યા હતા.