ગુજરાતમાં જાણીતી કોઓપરેટિવ બેંકના 94.42 કરોડ રુપિયા હેકરોએ ચોર્યાં

પૂણે-અમદાવાદ- જે રીતે ડિજિટલ બેંકિગનો વ્યાપ વધી રહ્યો છે તેનાથી પણ વધુ ઝડપે જાણે ડિજિટલ ઉઠાંતરી પણ વધી રહી છે. તસ્કરો તે માટે કેટલાય તરીકા અજમાવી રહ્યાં છે. જેમાં મલવેયર દ્વારા સીસ્ટમ હેક કરવા સહિત ક્લોનિંગ પણ ડિજિટલી ચોરીની એક પદ્ધતિ બની રહી છે.બેંકિંગ સીસ્ટમમાં કંઇ કડદો કરવાની ફિરાકમાં રહેનાર તસ્કરો દ્વારા જાણીતી બેંકનું એટીએમ સર્વર હેક કરી નાંખી 94 કરોડ રુપિયા ચોરી લેવાયાં છે.કોસમોસ બેંક સાથે ઘટેલી આ ઘટનામાં હેકિંગ દ્વારા રુપે અને વીઝા ડેબિટ કાર્ડની જાણકારી ચોરવામાં આવી હતી. દેશની સૌથી જૂની કોઓપરેટિવ બેંકમાંની એક કોસમોસ બેંકમાંથી 94.42 કરોડ રુપિયા ઉઠાવાયાં પછી વિદેશમાં નાણાંની હેરફેર પણ કરી દેવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે પૂણેના ગણેશખિંડ રોડ પરની કોસમોસ બેંકના મુખ્યાલયમાં 11 ઓગસ્ટની બપોરે 3 વાગ્યાથી લઇ રાતના10 વાગ્યે તેમ જ 13 ઓગસ્ટે 11.30 વાગ્યો હેકરોનો આ સાયબર એટેક થયો છે.

હેકરોએ 94.42 કરોડ રુપિયા વિદેશમાં મોકલી દીધાં છે. ચોરી કરાયેલી ડીટેઇલના આધારે 12 હજારથી વધુ જેટલા ટ્રાનસ્ઝેક્શન કરવામાં આવ્યાં અને આ બધાં દેશની બહાર કરવામાં આવ્યાં છે. લેણદેણ મારફતે 78 કરોડ રુપિયા ઉઠાવી લેવાયાં છે.

તેમ જ 2800 ટ્રાન્ઝેક્શન દ્વારા લગભદ 80 લાખ રુપિયા ચોરવામાં આવ્યાં હતાં. એક ટ્રાન્ઝેક્શનમાં હોંગકોંગની હૈંગસેંગ બેંકને રુપિયા મોકલવામાં આવ્યાં છે.

આ રુપિયા ALM ટ્રેડિંગ લિમિટેડના નામથી મોકલવામાં આવ્યાં હતાં જેમાં બેનિફિશિયરીને 12 કરોડ રુપિયા મળ્યાં. આ પ્રકારની નાણાં ઉઠાંતરી દ્વારા 94 કરોડ રુપિયા ચોરી લેવાયાં. આ ઘટના બહાર આવતાં એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ અને હોંગકોંગની સંબંધિત કંપનીના વિરુદ્ધમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

આ બેંકની ગુજરાતમાં પણ મોટા શહેરોમાં શાખાઓ હોવાથી ખાતેદારોમાં આ ખબરથી ગભરાટ ફેલાયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]