અહીં માર્ગ બદલાયો છે, રેલવે ઓવરબ્રિજનું કામ શરુ થશે

ગાંધીનગર- ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા પાનસર ખાતે રેલવે ઓવરબ્રિજનું બાંધકામ કરવામાં આવનાર છે. તેનું સુપરવિઝન રેલવે વિભાગ દ્વારા કરવામાં આવનાર છે. આ ઓવરબ્રિજના બાંધકામ માટે રેલવે ફાટક બંધ કરી ટ્રાફિકનું કામચલાઉ ડાયવર્ઝન આપવું આવશ્યક હોવાથી અને ઓવરબ્રિજ તૈયાર થયાં બાદ છ માસ માટે આ રેલવે ફાટક એલ.સી નં. ૨૨૭ ને બંધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવા દરખાસ્ત થઈ હતી.

આ દરખાસ્તને ધ્યાને લઇને કલોલ તાલુકાના પાનસર ખાતે આવેલ એલ.સી. નં.૨૨૭ ઉપર રેલવે ઓવરબ્રિજ તૈયાર થાય ત્યાં સુધી એલ.સી નં.૨૨૭ ના મુખ્ય માર્ગ ઉપરનો ટ્રાફિક બંધ કરવા મુખ્યમાર્ગનો ટ્રાફિક પાનસરથી વડાસ્વામી ગામે થઈ અંબાપુર ચાર રસ્તાથી છત્રાલ તરફ ડાયવર્ટ કરવો તેમજ રેલવે ઓવરબ્રિજ તૈયાર થયા બાદ આ રેલવે ફાટક છ માસ માટે બંધ કરવું જાહેર હિતમાં આવશ્યક ગણવામાં આવ્યું છે.

ગાંધીનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જાડેજાએ પાનસર ખાતેનો એલ. સી.નં.૨૨૭ના મુખ્ય માર્ગ ઉપર રેલવે ઓવરબ્રિજ તૈયાર થાય ત્યાં સુધી મુખ્ય માર્ગનો ટ્રાફિક પાનસરથી વડાસ્વામી ગામે થઈ અંબાપુર ચાર રસ્તેથી છત્રાલ તરફ ડાયવર્ટ કરવા તેમજ રેલવે ઓવરબ્રિજ તૈયાર થયા બાદ રેલવે ફાટક એલ.સી. નં.૨૨૭ છ માસ માટે બંધ કરવા હુકમ કર્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર કાયદાની જોગવાઈ અનુસાર શિક્ષાને પાત્ર થશે.