ઉપવાસી હાર્દિકને મળ્યાં શક્તિસિંહ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પીએમને રજૂઆત કરશે

0
1529

અમદાવાદ- હાર્દિકની લડત ખેડૂતોના હિતની છે અને તેના માટે હું પીએમને રજૂઆત કરીશ…આમ જણાવ્યું છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૂર્વ સીએલપી અને શક્તિસિંહ ગોહિલે. તેઓએ આજે અમદાવાદમાં ઉપવાસી હાર્દિક પટેલને મળવા જઈને ખબરઅંતર પૂછ્યાં હતાં.તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ ગુજરાતાં ગાંધીજીએ જ બતાવેલું શસ્ત્ર બતાવ્યું છે. અન્યાય સામે લડવા માટે ઉપવાસ ઉપર બેસીને સત્યાગ્રહ કરવો. આઝાદીની સમયે સત્યાગ્રહની લડત ચાલી ત્યારે અંગ્રેજો હતાં પરંતુ આ અંગ્રેજોએ સત્યાગ્રહીઓ સામે સંવાદો ઉભા કર્યા હતા. સત્યાગ્રહમાં જોડાનારા લોકોને અંગ્રેજો પણ રોકતા નહોતા. આજે દસમો દિવસ છે. અને હાર્દિક પટેલની જે લડત ચાલી રહી છે. એ ગુજરાતના ખેડૂતો અને ગુજરાતના હિતની વાત છે. ત્યારે દસ દસ દિવસ સુધી સરકાર નિષ્ઠૂર બનીને સંવાદ પણ ન કરે એ કોઇપણ સંજોગોમાં સાંખી ન લેવાય. મને અંત્યત દુઃખ છે કે, એક ખેડૂતોના પ્રશ્નની વાતનો સંવાદ પણ સરકાર કરી શકતી નથી. આવીને આવી પરિસ્થિતિ ચાલુ રહી તો કાયદો વ્યવસ્થા તૂટે તેની જવાબદારી સરકારની રહેશે.