આરટીઓની ફરિયાદો પહોંચી ગાંધીનગર, ઓનલાઈનની હાટડી માંડનારા સામે કાર્યવાહી થઈ

અમદાવાદઃ સુભાષબ્રિજ આરટીઓના પ્રાંગણમાં બિન્દાસ્તપણે બિનઅધિકૃત વ્યક્તિઓ લેપટોપ લઇ એપોઇમેન્ટથી લઇ ઇ-પેમેન્ટ કરી આપવાની હાટડી ખોલીને વ્યવસાય કરે છે. દિવસ દરમિયાન હજારો રૂપિયાનો વ્યવસાય કરનાર એજન્ટો પર અધિકારીઓની મીઠી નજર હોવાની ગાંધીનગર સુધી ફરિયાદો થઇ હતી. જેથી આરટીઓએ બુધવારે એઆરટીઓએ તપાસ હાથધરી પાંચ લેપટોપ કબજે કર્યા હતાં.

આ તમામ લેપટોપ પોલીસને નહીં સોંપી આરટીઓમાં જમા રાખવામાં આવતા અનેક તર્કવિતર્ક સેવાઇ રહ્યા છે. એજન્ટો સાથે ઘરોબો હોવાથી માત્ર નામ પૂરતી કાર્યવાહી કરાઇ હોવાની ચર્ચા છે. બુધવારે કાર્યવાહી કરાઇ હતી. પાંચ લેપટોપ આરટીઓમાં જમા થયા છે. હજી પોલીસમાં જમા કરાવ્યા નથી. તમામ સામે કાર્યવાહી કરાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]