ગુજરાતઃ મતદાન શરુ થતાની સાથે જ ઈવીએમ ખોટકાયાની ફરિયાદો શરુ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના ત્રીજા ચરણમાં ગુજરાતની 26 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં મતદાન શરુ થતાની સાથે જ કેટલીક જગ્યાએ ઈવીએમમાં ક્ષતીઓ સામે આવી હતી.

રાજકોટની માતૃમંદિર શાળા, વલસાડનું ફલધારા ગામ, મહેસાણા, સુરત, ધોળકા, અમદાવાદનો ચાંદલોડીયા વિસ્તાર, બારડોલી, ગીરસોમનાથ આ તમામ જગ્યાએ ઈવીએમ ખોટકાયાની માહિતી સામે આવી છે. ઈવીએમમાં ક્ષતી આવતાની સાથે જ ફરજ પરના અધિકારીઓ દ્વારા ઈવીએમની ક્ષતી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

લોકો દરેક બુથ પર લાંબી લાંબી લાઇનો કરીને ઉભા છે. પરંતુ એક પછી એક ઈવીએમ ખોટકાયા હોવાની ફરિયાદો સામે આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)