વિશ્વ પર્યાવરણ દિનની રાજ્યકક્ષાની ઉજવણીમાં સીએમ કરાવશે આ કાર્યોનો પ્રારંભ…

ગાંધીનગર- આવતીકાલે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિનની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્લાસ્ટિક વેસ્ટના નિયમોના અમલીકરણ અંગે કાર્ય શિબિર તેમ જ પ્લાસ્ટિક કચરાના સુચારુ વ્યવસ્થાપનનું પ્રદર્શન અને ક્લીનર પ્રોડક્શન એવોર્ડ અપાશે.

પ્લાસ્ટિક વેસ્ટના વ્યવસ્થાપન માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા ચાલુ વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ‘‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’’ થીમ જાહેર કરાઇ છે.સરકારના વન વિભાગ દ્વારા આગામી તા. ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રાજ્ય કક્ષાની ઉજવણી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કરાશે જેમાં પ્લાસ્ટિક વેસ્ટના નિયમોના અમલીકરણ માટે કાર્ય શિબિર યોજાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યશિબિરનો સવારે ૧૦-૦૦ કલાકે આરંભ કરાશે.

આ પહેલાં સીએમ પ્લાસ્ટિક કચરાના સુચારુ વ્યવસ્થાપન માટે યોજાયેલ પ્રદર્શનને ખુલ્લું મૂકીને પ્રદર્શનની મુલાકાત પણ લેશે. પ્લાસ્ટિક વેસ્ટ નિયમો અંગે પુસ્તિકાનું વિમોચન તથા ક્લીનર પ્રોડક્શન એવોર્ડ પણ મહાનુભાવોના હસ્તે એનાયત કરાશે. ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સૂરત ખાતે યોજાયેલ ચિત્રસ્પર્ધાના વિજેતાઓને ઇનામોનું વિતરણ કરાશે.

આ સેમિનારમાં બપોરે ૧૨ થી સાંજના ૪-૩૦ સુધીમાં એસેન્સ ઓફ લીગલ ફોર્મ્યુલેશન ઇન ઇન્ડિયા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ એન્ડ આઉટકમ, લાઇફ સાયકલ એસેસમેન્ટ ઓફ પ્લાસ્ટિક, રોલ ઓફ મ્યુનિસિપાલિટિઝ એન્ડ ધ બોટલ નેક્સ, પ્લાસ્ટિકને જાણો, કો-પ્રોસેસિંગ ઓફ પ્લાસ્ટિક વેસ્ટ ઇન સિમેન્ટ કલીન્સ, માઇક્રો પ્લાસ્ટિક વેસ્ટ, કરન્ટ સીનારિયો એન્ડ રોલ ઓફ આઇઇસી ટુ કર્બ ધ પ્રોબલેમ, વેસ્ટ મેનેજમેન્ટ સેક્ટર – અ પ્રોસેસિંગ બિઝનેસ, ટેકનોલોજી-સ્ટેટસ એન્ડ રોલ ઇન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ટેક્નોલોજી ફોર રિસાયક્લિંગ ઓફ પ્લાસ્ટિક વેસ્ટ અને આઇએસ : ૧૪૫૩૪ ગાઇડલાઇન ફોર રિસાયક્લિંગ ઓફ પ્લાસ્ટિક વિષય ઉપર વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ચર્ચા-વિચારણા કરાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]