રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, 5.8 ડિગ્રી સાથે નલિયા બન્યું ઠંડુગાર

અમદાવાદઃ રાજ્યભરમાં અત્યારે શીયાળો જામ્યો છે. ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમવર્ષાના કારણે રાજ્યમાં અત્યારે કોલ્ડ વેવ જેવી સ્થિતી છે. થીજાવી દેતી ઠંડીથી બચવા માટે લોકોએ તાપણા, વસાણા અને હીટરનો આશરો લીધો છે. નલિયા 5.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજી બે દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે.

રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનું જોર અનુભવાયું છે. રાજકોટ 12.2 ડિગ્રી, સુરત 12 ડિગ્રી, વલસાડ 11.1 ડિગ્રી, દિવ 11.5 ડિગ્રી, વડોદરા અને ભૂજમાં 11.4 ડિગ્રી, મહુવા 10.7 ડિગ્રી, અમદાવાદ 11.2 ડિગ્રી, ડીસામાં 8.5 ડિગ્રી, અમરેલી ડિગ્રી, ગાંધીનગર 7.2 ડિગ્રી, અને કંડલામાં 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો આ સાથે જ નલિયા 5.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.

તો આ સાથે જ ગુજરાતના સીમાડે આવેલા આબુમાં પણ ઠંડીએ માઝા મુકી છે. અત્યારે માઉન્ટ આબુમાં તાપમાન શુન્ય પર પહોંચી ગયું છે. ઉત્તરભારતમાં થયેલી ભારે હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીએ માઝા મુકી છે અને દિવસભર કાતીલ અને સુસવાટાભર્યા પવનો ફૂંકાઈ રહ્યા છે.