મજૂરોને નારાજ કરી સીએમ રુપાણીએ કામ કરાવ્યું શરુ

0
1460

છોટાઉદેપુરઃ સુજલામ સુફલામ યોજનાના જળસંચય કાર્યક્રમમાં  પ્રોત્સાહન આપવા ગયેલાં મુખ્યપ્રધાન રૂપાણીએ એક કાર્યક્રમમાં મજૂરોને નારાજ કરી દીધાં હતાં. સીએમે જિલ્લાના અલીખેરવા ગામમાં શ્રમયજ્ઞમાં ભાગ લેવા પહોંચ્યાં હતાં. જ્યાં નિયત કાર્યક્રમ પ્રમાણે તેમણે શુભારંભરુપે જેસીબી ચલાવી તળાવ ખોદવાનું કામ શરૂ કરાવ્યું હતું.આ સમયે મનરેગાનું કામ કરતાં મજૂરો મુખ્યપ્રધાનને મળવા માગતાં હતાં. પરંતુ સીએમે તેમને મળવાનું ટાળતાં મજૂરોમાં ભારે નારાજગી ફેલાઇ હતી.

મુખ્યપ્રધાને આ કાર્યક્રમ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના નવનિર્મિત જિલ્લા પઁચાયત ભવનનું લોકાર્પણ કર્યું હતું.