મુખ્યપ્રધાન પહોંચ્યા નડાબેટ, સરહદ પર સૈનિકો સાથે મનાવશે દીવાળી

કચ્છઃ દેશભરમાં હર્ષોલ્લાસ સાથે દીવાળીની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી નડાબેટ બોર્ડર ખાતે સરહદની સુરક્ષા કરતા જવાનો સાથે દીવાળી ઉજવવા પહોંચ્યા હતા. છે. પ્રકાશ પર્વ દીવાળીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સીએમ વિજય રૂપાણીએ ટ્વિટ કરીને દીવાળીની શુભકામનાઓ આપી હતી.

સીએમ રૂપાણી નડાબેટમાં પાકિસ્તાન સરહદ પર તહેનાત બીએસએફ જવાનો સાથે ઉજવણી કરશે. વિજય રૂપાણી સીમા દર્શન કન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાત લેશે અને નડેશ્વરી માતાનાં દર્શન કરશે. આ ઉપરાંત સીએમ રૂપાણી જગમાલ બૉર્ડર આઉટ પોસ્ટની મુલાકાત લેશે.

તો સાંજે 5 વાગ્યે સીએમ રૂપાણી રાજકોટની મુલાકાતે પહોંચશે. રાજકોટમાં અષ્ટલક્ષી યજ્ઞમાં સીએમ રૂપાણી હાજરી આપશે. આ કાર્યક્રમમાં આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર ઉપસ્થિત રહેશે. આરએમસી ટીપર વાનમાં પી.એ.સીસ્ટમનું લૉન્ચિંગ કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]