સીએમ રુપાણીએ જાહેર કરી દેશની સૌપ્રથમ સૂર્યશક્તિ યોજના SKY

ગાંધીનગર- મુખ્યપ્રધાન સીએમ રુપાણી દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. સીએમ રુપાણીએ સૂર્યશક્તિ કિસાન યોજના જાહેર કરી છે જે તેની રીતની દેશની સૌપ્રથમ યોજના ગણાવવામાં આવી છે.

ગાંધીનગરમાં બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં યોજનાની જાહેરાત કરતી વેળાએ તેમની સાથે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને ઊર્જાપ્રધાન સૌરભ પટેલ પણ ઉપસ્થિત હતાં.  રુપાણીએ જણાવ્યું કે સૂર્યશક્તિ કિસાન યોજનાનો હેતુ ખેડૂતોની આવક વધારવાનો છે.દે શમાં પહેલી વખત ખેડૂતો માટે આવી જાહેરાત થઈ રહી છે, જેનાથી પ્રથમ વખત ખેડૂકો ખેતીની સાથે વીજ ઉત્પાદન પણ કરશે. પોતાના જ ખેતરમાં સૌર ઊર્જા ઉત્પાદન સોલાર પેનલથી ખેડૂત વીજ ઉત્પાદન કરી શકશે. સીએમે તેને જ્યોતિગ્રામ યોજના પછીની બીજી સૌથી મોટી યોજના ગણાવી હતી.

યોજનાની કેટલીક મહત્વની વાત..

સોલાર પેનલો માટે ખેડૂતોએ સમિતિ બનાવવી પડશે

સરકાર સોલાર પેનલનો વિમો લેશે

ખેડૂત સોલાર પેનલની નીચે પાક વાવી શકશે,

137 ફીડરનો પાયલોટ પ્રોજેક્ટ

1,12,000 હોર્સ પાવર ઉત્પાદનનું લક્ષ્ય

ખેડૂતોએ 35 ટકા લોન કરાવવી પડશે

સ્કાય ફીડર લગાવનાર ખેડૂતોને 24 કલાક વીજળી મળશે

સ્કાય ફીડર પ્રોજેક્ટ 170 કરોડનો રહેશે

પાંચ ટકા રકમ ખેડૂતે ભરવાની થશે, કેન્દ્ર-રાજ્ય સરકારની ૬૦ ટકા સબસિડી, ખેડૂતોને ૧૨ કલાક વીજળી મળશે

ખેતી વિષયક વીજ વપરાશ બાદ વધતી સૌર ઊર્જા-વીજળી સરકારને  સોલાર પેનલ માટેના કુલ ખર્ચની માત્રામાંવેચી આર્થિક સમૃદ્ધિ મેળવશે

રાજ્ય સરકાર ખેડૂત વતી ૩પ ટકા રકમની ૭ વર્ષ માટે સસ્તા વ્યાજની લોન લેશે

રાજ્યના તમામ ૩૩ જિલ્લાના ૧૩૭ ફીડર ‘સ્કાય’ પાયલોટ પ્રોજેકટમાં સમાવિષ્ટ
રાજ્ય સરકાર ૨૫ વર્ષ સુધી લાભાર્થી ખેડૂત પાસેથી વધારાની વીજળી ખરીદશે
સાત વર્ષ માટે રૂા. ૭ પ્રતિ યુનિટના ભાવે અને બાકીના ૧૮ વર્ષ માટે રૂા. ૩.૫૦ પ્રતિ યુનિટના ભાવે સરકાર વીજળી ખરીદશે
સ્કાય માટેનું ખેડૂતનું મૂડી રોકાણ વીજ વેચાણથી ૮ થી ૧૮ માસમાં જ તેને પરત મળી જશે
સીએમ રુપાણીએ ભારપૂર્વક રજૂ કરી આ વાત…
મુખ્યપ્રધાને આ યોજનાની જાહેરાત કરતાં કહ્યું કે, ગુજરાતના ખેડૂતો બાવડાના બળે અને પરિશ્રમની પરાકષ્ટા સર્જીને ધરતીમાંથી સોનુ ઉગાડવાની ક્ષમતા ધરાવે છે. રાજ્ય સરકારે ખેડૂતોને પૂરતી વીજળી, પાણી, ખાતર અને આધુનિક કૃષિ જ્ઞાન આપીને કૃષિ વિકાસ દર ડબલ ડિજિટે પહોંચાડ્યો છે. હવે, સૂર્યશક્તિનો ખેતી વપરાશ માટે ઊર્જા ઉત્પાદનમાં વિનિયોગ કરીને ધરતીપુત્રોને વધુ સિંચાઈ અને વધારાની વીજળીના વેચાણ દ્વારા આર્થિક સમૃદ્ધિ તરફ લઈ જવા આ નવતર યોજના શરૂ કરી છે.
ઊર્જાપ્રધાન સૌરભ પટેલે આ સ્કાય યોજનાની ભૂમિકા આપતાં જણાવ્યું કે, સ્કાય-સૂર્યશકિત કિસાન યોજના રાજ્યના ધરતીપુત્રો માટે વિકાસની ઊંચી ઊડાન બની રહેશે. ખેડૂત અને રાજ્ય સરકાર બેય માટે વિન-વિન સિચ્યુએશન ઊભી કરનારી આ સ્કાય યોજનામાં ધરતીપુત્ર સોલાર પેનલ પોતાના ખેતરમાં લગાવીને જે સૌરઊર્જા ઉત્પન્ન કરશે તેની પોતાના કૃષિ વિષયક વપરાશની વીજળી બાદ વધેલી વીજળી રાજ્યની વીજ કંપનીઓને વેચાણથી આપશે અને તે માટે તેને વધારાની આવક પણ મળતી થશે. ધરતીપુત્રો સ્કાય યોજનાનો લાભ લેવા માટે જે મૂડી રોકાણ કરશે તે રોકાણ તેને વધારાની વીજળીના વેચાણ દ્વારા ૮ થી ૧૮ માસમાં જ પરત મળી જશે. દેશમાં આ અભિનવ યોજના અમલમાં મૂકવાનું ગૌરવ ગુજરાતને મળશે.