‘પેડ મેન’ ફિલ્મનો પ્રિવ્યૂ નિહાળતા CM રુપાણી અને અક્ષય કુમાર

  • માતા-બહેનોની તંદુરસ્તી-સ્વાસ્થ્યની સામાજીક જાગૃતિના વિષયવસ્તુ સાથેની આ ફિલ્મ મહિલા સશક્તિકરણની આગવી મિશાલ બનશેઃ સીએમ વિજય રુપાણી
  • ગુજરાતમાં સરકાર-સમાજ-સેવાભાવી સંસ્થાઓ ૧૦૦ ટકા બહેનો સેનેટરી પેડનો ઉપયોગ કરે તેની જાગૃતિ ફેલાવશે
  • સામાજીક જાગૃતિની થીમ આધારિત ફિલ્મ માટે પદ્મશ્રી અક્ષયકુમાર-આર. બાલ્કીને અભિનંદન પાઠવ્યા

અમદાવાદ– મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહિલાઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને બહેનો-માતાઓની તંદુરસ્તીના વિષયવસ્તુ સાથેની ફિલ્મ ‘પેડ મેન’નો પ્રિવ્યૂ સુપ્રસિદ્ધ અભિનેતા પદ્મશ્રી અક્ષયકુમાર સાથે અમદાવાદમાં નિહાળ્યો હતો. વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, સેનેટરી પેડના ઉપયોગથી માતા-બહેનોની તંદુરસ્તી જળવાય તો રાષ્ટ્ર-રાજ્યની પણ તંદુરસ્તી સ્વાસ્થ્ય જળવાય તેવા સામાજીક જાગૃતિના વિષયને લઇને રિલીઝ થઇ રહેલી આ ફિલ્મ મહિલા સશકિતકરણની આગવી મિશાલ બનશે.padman_4ગુજરાતે તત્કાલિન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં મહિલા સ્વાસ્થ્ય-બાળ આરોગ્ય કલ્યાણ ક્ષેત્રે અલાયદો વિભાગ શરૂ કરવાની કરેલી પહેલની ભુમિકા આપતાં કહ્યું કે, ગુજરાતમાં ૧૦૦ ટકા માતા-બહેનો-દિકરીઓ સેનેટરી પેડનો ઉપયોગ કરે તે માટે સરકાર-સમાજ અને સેવાભાવી સંગઠનો સાથે મળીને અવશ્ય પ્રયત્ન કરશે.padman_1વિજયભાઇ રૂપાણીએ આવી સામાજીક જાગૃતિની થીમ આધારિત ફિલ્મ માટે અક્ષયકુમાર તથા ફિલ્મના ડાયરેકટર-આર. બાલ્કીની પ્રસંશા કરી અભિનંદન પાઠવ્યા હતા. આ વેળાએ મહિલા-બાળ કલ્યાણ રાજ્યપ્રધાન વિભાવરીબહેન દવે, યુવા ભાજપા પ્રમુખ ડૉ.ઋત્વીજ પટેલ અને અગ્રણીઓ-આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. padman_2padman_3