સ્વચ્છતા સર્વેક્ષણઃ ટોપ 10 સ્વચ્છ શહેરોમાં ગુજરાતના બે શહેરોનો સમાવેશ

અમદાવાદઃ દેશભરના શહેરોમાં સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. આ સ્વચ્છતા સર્વેક્ષણ દરમિયાન ચોથી જાન્યુઆરીથી 31 મી જાન્યુઆરી દરમિયાન દેશના 4237 જેટલા શહેરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એવોર્ડ સેરેમની દરમિયાન સ્વચ્છતા સર્વેક્ષણના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ અને રાજકોટ શહેરનો ટોપ 10 સ્વચ્છ શહેરોમાં સમાવેશ થયો છે.

જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે યાદીમાં અમદાવાદ છઠ્ઠા ક્રમે અને રાજકોટ નવમાં ક્રમે છે. તો સ્વચ્છતા સર્વેક્ષણમાં મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર પ્રથમ ક્રમે આવ્યું છે.

આ યાદી બહાર પાડવામાં આવ્યા બાદ ચાર હજારથી વધારે શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એવોર્ડ સેરેમની દરમિયાન આ આંકડા જાહેર કરાયા હતા. હવે રાષ્ટ્રપતિને હસ્તે અમદાવાદને એવોર્ડ મળ્યો હતો. તમને જણાવી દઇએ કે, 2017માં અમદાવાદ શહેર 14માં ક્રમે હતું.

આ યાદીમાં રાજ્યના અમદાવાદ શહેરને ટોપ ટેનમાં છઠ્ઠા નંબરનું સ્થાન મળ્યું છે. 4137ના સ્કોર સાથે અમદાવાદ છઠ્ઠા નંબરે રહ્યું છે. નવી દિલ્હી 4190ના રેન્ક સાથે પાંચમાં નંબરે રહ્યું છે. અમદાવાદના મેયરે રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ સ્વીકાર્યો હતો. તો સર્વેક્ષણમાં રાજકોટ શહેરને નવમું સ્થાન મળ્યું છે. રાજકોટને 4000 સ્કોર મળ્યો છે.

આજે જાહેર કરાયેલા આંકડામાં સુરતનો 14મો નંબર આવ્યો છે. જોકે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સમગ્ર દેશમાં સુરતે પ્રથમ સ્થાન આવ્યું છે. આ પહેલા પણ સુરત 14માં ક્રમે જ રહ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]