ચિત્રલેખાના વરિષ્ઠ પત્રકારને ‘ગુજરાત મીડિયા એવોર્ડ’

અમદાવાદ: ગુજરાતના માધ્યમો માટે વિવિધ એવોર્ડ આપવા સહિતનું કામ કરતી અમદાવાદ સ્થિત સંસ્થા’ ‘ગુજરાત મીડિયા વેલફેર ટ્રસ્ટ’ દ્વારા ‘ગુજરાત મીડિયા એવોર્ડ’.અપાય છે. આ વખતે ‘ચિત્રલેખા’ સાપ્તાહિકના રાજકોટ પ્રતિનિધિ એવા સિનીયર કોરસપોન્ડન્ટ જ્વલંત છાયા ને પણ આ એવોર્ડ મળી રહ્યો છે. ગુજરાતમાંથી પ્રિન્ટ મીડિયા, રેડિયો, ટેલિવિઝન અને વેબસાઇટ મળીને કુલ 21 પત્રકારોની પસંદગી વિવિધ કેટેગરીના એવોર્ડ માટે થઈ, જેમાં’ ચિત્રલેખા’ના પત્રકારની સ્ટોરી પણ પસંદ કરવામાં આવી છે.

મીડિયા વેલફેર ટ્રસ્ટના પ્રણેતા, ગુજરાત મીડિયા એવોર્ડના આયોજક અંકિત હિંગુ ‘ચિત્રલેખા’ ને કહે છે કે અમે 2016થી આ એવોર્ડ શરુ કર્યા છે. દર બે વર્ષે ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે આ એવોર્ડ આપીએ છીએ. આ વર્ષે પોઝિટીવ સ્ટોરી, ઇન્સપાયરીંગ સ્ટોરી,સ્વાસ્થ્ય,રમતગમત,મનોરંજન, ટીવી ન્યૂઝ એન્કર, વેબપોર્ટલની સ્ટોરી,રેડીયો જોકી એમ કુલ 21 એવોર્ડ અપાશે. ચિત્રલેખામાં પ્રગટ થયેલી નાની ઉંમરે એન્જિનીયર થઇ ગયેલા નિર્ભય ઠક્કરની ન્યૂઝ સ્ટોરી માટે આ એવોર્ડ પોઝિટીવ સ્ટોરી કેટેગરીમાં અપાઇ રહ્યો છે.

તા.11 ઓક્ટોબરે એવોર્ડ અર્પણ થશે. માટે જ્યુરી તરીકે વરિષ્ઠ નિવૃત્ત આઇએએસ અધિકારી પી.કે.લહેરી, ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનના સોનલ પંડ્યા તથા ‘એનઆઇએમસીજે ઇન્સ્ટીટ્યૂટ’ ના ડાયરેક્ટર શિરિષ કાશીકરે સેવા આપી હતી.