‘ચિત્રલેખા ૬૮ વાર્ષિક વિશેષાંક-૨૦૧૮’નું ગુજરાત CM રૂપાણીના હસ્તે વિમોચન…

‘ચિત્રલેખા ૬૮ વાર્ષિક વિશેષાંક-૨૦૧૮’નું ૮ ઓક્ટોબર, સોમવારે રાજકોટમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘ચિત્રલેખા’ ગ્રુપના ચેરમેન મૌલિક કોટક (ડાબે) અને ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત એમ. ઘેલાણી (જમણે) ઉપસ્થિત રહ્યા હતા. ‘૬૮ વાર્ષિક વિશેષાંક’ સાથે ‘૫૧ ગૌરવવંતા ગુજરાતી’ શબ્દચિત્રની વિશેષ પૂર્તિ પણ સામેલ છે.