મનોદિવ્યાંગ બાળકોની ગુડબાય-૨૦૧૮ સોલોડાન્સ સ્પર્ધા

અમદાવાદઃ આખા વર્ષની યાદોને ગુડબાય કહેવા અને નાતાલની ઉજવણીના ભાગરૂપે મનોદિવ્યાંગ બાળકો માટે ૩૧ ડિસેમ્બરને સોમવારે સવારે ૧૧ થી ૧માં ઓપન સ્ટેજ, હેલ્થ કેર ફાઉન્ડેશન, જીવરાજ પાર્ક ખાતે સ્પર્ધાને ઉત્સાહથી ઊજવી. સ્પર્ધા સોલો ડાન્સ કોમ્પીટીશનની હતી. આ  કોમ્પીટીશનનું આયોજન સેલ્ફ કેર સ્પેશિયલ સ્કૂલ,ગુજરાત સ્પાસ્ટીક સોસાયટી અને હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનનાં સંયુક્ત ઉપક્રમે કરવામાં  આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં ૧૧ સંસ્થાના ૨૭ જેટલા મનો દિવ્યાંગ બાળકો ભાગ લીધો હતો. અમદાવાદમાં પ્રથમવાર સોલો ડાંસ સ્પર્ધા મનો દિવ્યાંગ બાળકો માટે યોજાઈ હતી. બાળકોએ જુદાજુદા ગીતો – થીમ પર ડાન્સ પરફોર્મ  કર્યા હતા. શ્રેષ્ઠ પાંચ ડાન્સ ને ઇનામ આપવામાં આવ્યુ હતુ. ભાગ લેનાર બધા બાળકોને લંચ અને ટોકન ઇનામ આપવાની પણ વ્યવસ્થા હતી. બાળકોને આ ડાન્સ પ્રોગ્રામ માં ખૂબ જ મજા આવી હતી અને સૌએ ભેગા મળીને ૨૦૧૮ને અલવિદા કર્યુ અને વર્ષ 2019 ને આવકાર્યું.

અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ