અને આ આશ્રમના બાળકો જ્યારે વિમાનમાં બેસીને પોરબંદર પહોંચ્યા…

અમદાવાદઃ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદના પરીક્ષિતલાલ આશ્રમ-શાળાના ૩૦ જેટલા બાળકો માટે ઉડાન યોજના અંતર્ગત એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી પોરબંદરના એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો પોરબંદર ખાતે વિવિધ ગાંધી સ્મૃતિ-સ્થળોની મુલાકાત લઈ વિમાન માર્ગે પરત ફરશે.

આશ્રમના બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકોને ભાવસભર વિદાય આપવા અમદાવાદના કલેકટર ડૉ. વિક્રાંત પાંડે તથા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અમદાવાદના મેનેજર મનોજભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]