ગાંધી નિર્વાણદિનઃ બાળકોએ બાપુને આપી અંજલિ

અમદાવાદઃ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મહાત્મા ગાંધીજીનું હતું. ગાંધીજીએ કોઈ પણ હિંસા વિનાની અહિંસક લડત હતી. આઝાદી મેળવવાની ગાંધીની આ રીત અને કેટલાક નિર્ણયોથી અમુક ચોક્કસ વર્ગ નારાજ હતો. એ લોકો માનતા હતા કે ગાંધીની વિચારધારા ખોટી છે. એમાં નથ્થુરામ ગોડસે પણ હતા. જેમણે ગાંધીની ગોળી મારી હત્યા કરી નાંખી.

આજે ભારત દેશ આઝાદ છે. અનેક વિચારધારા જીવંત છે. ગાંધીજીને હ્યદયસ્થ, રાષ્ટ્ર પિતા તરીકે પૂજનારો મોટો વર્ગ છે. જેમણે ગાંધી નિર્વાણ દિને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અંજલિ આપી હતી. અમદાવાદમાં આવેલ ગાંધી આશ્રમમાં શાળાના બાળકો સ્વૈચ્છિક સંસ્થાઓએ ઉપસ્થિત રહી ગાંધીજીને અંજલિ આપી હતી.

(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]