મુખ્યપ્રધાન રુપાણીએ ગુજરાત એગ્રો ઈન્ફ્રાસ્ટ્રકચર મેગા ફુડ પાર્કનું ઉદઘાટન કર્યું

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ આજે સુરત જિલ્લાના માંગરોળમાં સ્થપાનારા ગુજરાત એગ્રો ઈન્ફ્રાસ્ટ્રકચર મેગા ફુડ પાર્કનું ઉદઘાટન કર્યું હતું.

કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર અને રાજ્યપ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિ પણ મુખ્યપ્રધાન સાથે આ ઉદઘાટન સમારોહમાં જોડાયા હતા. ૭૦ એકર જમીન પર સ્થપાયેલ આ મેગા ફુડ પાર્ક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૦૨૨ સુધીમાં દેશના કિસાનોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ બનશે. આ પ્રસંગે કૃષિ પ્રધાન આર.સી.ફળદુ, રાજ્યપ્રધાન જયદ્રથસિંહ પરમાર અેન વનપ્રધાન ગણપતસિંહ વસાવા પણ જોડાયા હતા.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]