રાજ્યમાં શિક્ષણની સ્થિતિને તાદ્રશ્ય કરતી ઘટના, લકવાગ્રસ્ત શિક્ષકનો સપરિવાર 3 માસથી શાળામાં રહેવાસ…

છોટાઉદેપુર : ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે જે સ્થિતિ છે તેને ચરિચાર્થ સ્વરુપમાં રજૂ કરે તેવી તસવીરો ગુજરાતના આદિવાસી પટ્ટામાં આવેલા છોટાઉદેપુરમાંથી મળી રહી છે. એક લકવાગ્રસ્ત શિક્ષક કે જે સ્વયં બોલીચાલી શકતાં નથી, તેમણે સહપરિવાર શાળાને જ પોતાનું ઘર બનાવી દેવાનો મામલો સત્તાતંત્રના ધ્યાન પર માધ્યમોના અહેવાલો થકી પહોંચ્યો છે.

છોટાઉદેપુરનાં નસવાડી તાલુકાની એક પ્રાથમિક શાળાનાં શિક્ષકની સ્થિતિ દર્શાવતો વીડિયો પણ જોવ મળે છે જેમાં શિક્ષકને લકવાની અસર થઇ હોવાનું દેખાઇ રહ્યું છે. તેઓ વિદ્યાર્થીઓની સામે ખુરશી પર બેસે છે પરંતુ તેઓ કશું જ બોલી નથી શકતાંકે ચાલી પણ નથી શકતાં. આ બીમાર શિક્ષક પોતાનાં પરિવાર સાથે છેલ્લા ત્રણ મહિનાથી રહે છે. આ શિક્ષકને લકવાની અસર છે તે અંગે શિક્ષકે તેમની બીમારીની પણ રજૂઆત પણ કરી હતી.

વધુ મહત્ત્વની વાત  છે કે આ શિક્ષક તેમના પરિવાર સાથે જ શાળામાં રહે છે. શાળામાં બે જ ઓરડા છે તેમાં એકમાં ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓ ભણે છે અને બીજા ઓરડામાં આ શિક્ષક પરિવાર સાથે રહે છે. તેઓ શાળામાં જ સૂઇ જાય છે કે બેસી રહે છે. માધ્યમો દ્વારા આ અહેવાલ જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને દર્શાવવામાં આવ્યો તેમને આ અંગે જાણ થઇ હતી. જે બાદ તપાસની ખાત્રી આપી હતી.

જિલ્લા શિક્ષણ અધિકારી બારિયાએ તપાસના આદેશ આપ્યાં છે. ઉપરાંત જણાવ્યું કે કેમને આ અંગે  હાલ કોઇ જાણ નથી. પરંતુ આવું કંઇપણ હશે તો આ શિક્ષકને ફરજિયાત મેડિકલ રજા આપવામાં આવશે. આ બાદ તેઓ જ્યારે મેડિકલ ફિટનેસનું પ્રમાણપત્ર લાવશે ત્યારબાદ ફરીથી નોકરીમાં જોડાવવા માટે જણાવાશે.