એન.કે.અમીન અને ડી.જી.વણઝારાની ડિસ્ચાર્જ અરજી સીબીઆઈ કોર્ટે ફગાવી

અમદાવાદઃ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આજે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે એન.કે. અમીન અને ડી.જી.વણઝારાની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે. હવે આ મામલે વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલે એન.કે. અમીન સહિતના અધિકારી દ્વારા ડીસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી જેનો ઈશરતની માતાએ વિરોધ કર્યો હતો. તો આ પહેલા પી.પી.પાંડે ડિસ્ચાર્જ થયા હતા. મહત્વનું છે કે આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ અગાઉની સુનાવણી વખતે બંન્ને અધિકારીઓની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કર્યો હતો અને આ અંગે સીબીઆઈએ કોર્ટમાં કહ્યું હતું કે એન.કે.અમીન સામે અપરાધિક ષડયંત્રનો કેસ સાબિત થયો છે. તો આ સીવાય વણઝારાની ડિસ્ચાર્જ અરજી મામલે સીબીઆઈએ કોર્ટમાં જણાવ્યું હતું કે ડી.જી.વણઝારા સામે પણ ષડયંત્રનો કેસ સાબિત થયો છે અને સાથે જ જણાવ્યું કે તેમની સૂચનાથી જ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. ત્યારે સીબીઆઈ દ્વારા અત્યારે પી.પી.પાંડે અને ડી.જી.વણઝારાની ડિસ્ચાર્જ અરજી ફગાવી દેવામાં આવી છે અને આ મામલે હવે 7 સપ્ટેમ્બરે વધુ સુનાવણી યોજાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]