કચ્છના ટાટા પાવર પ્લાન્ટ સામેના કેસની US કોર્ટમાં સુનાવણી શરુ

કચ્છ- કચ્છના મુન્દ્રાસ્થિત ટાટાના કોલ આધારિત પાવર પ્લાન્ટ સામેનો કેસ અમેરિકાની કોર્ટમાં સુનાવણી શરુ થઇ હતી. બુધા ઇસ્માઇલ જામના સહિત કેટલાક માછીમાર અને ગામલોકોએ આ પાવર પ્લાન્ટનો વિરોધ કર્યો છે. આ પ્લાન્ટથી સ્થાનિક પર્યાવરણને મોટું નુકશાન થવાની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી હાથ ધરી છે.

ઇસ્માઇલ જામ અને અન્ય લોકોએ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં આ વર્ષે કેસ દાખલ કર્યો હતો. અગાઉ નીચલી અદાલતોમાં કેસ કર્યો હતો પણ તેમાં તરફેણમાં ચૂકાદો ન આવતા તેમણે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યાં હતાં.

આ પાવર પ્લાન્ટને અમેરિકાની ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટે આર્થિક મદદ કરી છે. સોમવારે અમરિકાની સુપ્રીમ કોર્ટમાં મુન્દ્રાની આસપાસના ગામ લોકોએ કેસ દાખલ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસ ચલાવીશું. હવે પછી આ કેસની સુનાવણી ઓક્ટોબરમાં હાથ ધરવામાં આવશે.

વોશિંગ્ટન ડીસી સ્થિત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન વર્લ્ડ બેંકની આર્થિક પાંખ છે, તેના દ્વારા આ પ્રોજેક્ટમાં 450 ડોલરની આર્થિક મદદ કરવામાં આવી છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તે નક્કી કરશે કે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશનને 1945ના ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ ઇમ્યુનિટી એક્ટ નીચે આવે છે કે નહીં.

ટાટા મુન્દ્રા પાવર પ્લાન્ટ વૈશ્વિક પર્યાવરણના માપદંડ પાળવામાં નિષ્ફળ રહ્યું છે અને એના કારણે સ્થાનિક પર્યાવરણને મોટુ નુકસાન થઇ રહ્યું છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. 2015ના વર્ષમાં અરજદારોએ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન સામે કેસ દાખલ કર્યો હતો પણ 2016માં તેઓ કેસ હારી ગયાં હતાં.. કોર્ટે તેમના ચૂકાદામાં જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશનને ઇમ્યુનિટી મળેલી છે એટલે તેની સામે કેસ ચાલી શકે નહીં.