અંબાજી જતા પદયાત્રીઓને કારે અડફેટે લેતા, 3 લોકોનું મોત…

પંચમહાલઃ પંચમહાલના લુણાવાડા હાઈવે પર વાટા વછોડા પાસે ચાલતા અંબાજી જઈ રહેલા 3 લોકોને એક કારે અડફેટે લીધા હતાં. આ ત્રણેય લોકોના અવસાન થયા છે. સમગ્ર મામલે જ્યારે પોલીસને જાણ કરવામાં આવી, તો પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર પગપાળા અંબાજી જઈ રહેલો આ સંઘ દાહોદ જિલ્લાનો હતો. સંઘ શહેરા-લુણાવાડા હાઈવે પર આવેલા લાભી પાસે જ્યારે પહોંચ્યો ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલી એક કારે સંઘના પદયાત્રીઓને અડફેટે લીધા હતા. આ યાત્રીકો દેવગઢબારીયા તાલુકાના ભુતપાગલાના તેમજ સીંગવડ તાલુકાના ચુંદડીના પરબિયાના છે. અકસ્માતની જાણ થતાની સાથે જ એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.  

મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે અંબાજી પગપાળા જઇ રહેલો આ સંઘ દાહોદ જિલ્લાનો હતો. સંઘ જ્યારે શહેરા-લુણાવાડા હાઈવે પર આવેલા લાભી પાસે પહોંચ્યા ત્યારે કારે તેમને અડફેટે લીધા હતા. આ યાત્રીકો દેવગઢબારીયા તાલુકાનાં ભુતપગલાનાં તેમજ સીંગવડ તાલુકાનાં ચુંદડીનાં પરબિયાનાં છે. આ અકસ્માતની જાણ થતાંની સાથે બે એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.

મૃકતોમાં, શૈલેષકુમાર રમણભાઈ પટેલ. દેવગઢ બારિયા, અશ્વિનભાઈ કનકસિંહ બારિયા. દેવગઢ બારિયા, કમલેશભાઈ રમણભાઈ પટેલ. રણધીકપુર, જેટલા લોકોનો સમાવેશ થાય છે. મૃતકોના પરિજનોને તાત્કાલિક બોલાવી દેવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે અત્યારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]