રામભક્ત ચિરંજીવ હનુમાનની આજે જન્મ જયંતિઃ મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા

રામભક્ત ચિરંજીવ વીર  હનુમાનની આજે જન્મ જયંતિ. ચૈત્ર પૂર્ણિમા-હનુમાન જન્મ  દિવસે અંજની પુત્ર, પવનસૂત હનુમાનના દર્શનાર્થે દેશ-દુનિયાના હનુમાન મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા. ભક્તોને રામ ભગવાનની સાથે હનુમાનજી પર પણ વિશિષ્ટ ભાવ છે. કારણ, શ્રધ્ધાળુઓ માને છે કે હનુમાનજી કષ્ટભંજન છે.

વહેલી સવારથી જ હનુમાનજીના મંદિરોમાં નવી ધજાઓ લગાવવામાં આવી. હનુમાનજીની પ્રતિમાને તેલ-સિંદુરની સાથે આંગી પણ ચડાવવામાં આવી. જુદા જુદા પુષ્પોની સાથે વિશિષ્ટ રીતે તૈયાર કરાયલા આંકડાના હારથી મહાવીર હનુમાનને શણગારવામાં આવ્યા હતાં.

અમદાવાદ શહેરના કેટલાક મંદિરોમાં યજ્ઞોનું આયોજન કરવામાં આવ્યું, હનુમાન ચાલીસાની સાથે પાઠ પણ કરવામાં આવ્યા હતા.

શહેરના બાલા હનુમાન, કેમ્પના હનુમાન, અંકુર, પરિમલ, ઘાટલોડિયા, નાગરવેલ હનુમાન, મારુતિધામ-એસ.જી હાઇવે જેવા અનેક મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

તસવીર-અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]