ખેડૂત સહાય યોજનાઓ માટે 30 જૂન સુધી ‘આઇ ખેડૂત’ પોર્ટલ પર અરજી કરી શકાશે

ગાંધીનગર- ગુજરાતના ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓના ઘેરબેઠાં લાભ સરળતાથી મળે રહે તે હેતુથી ‘આઇ ખેડૂત’ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલથી વધુને વધુ લોકો આ સહાયલક્ષી યોજનાનો લાભ લઇ શકે તે માટે https://ikhedut.gujarat.gov.in પોર્ટલ 30 જૂન 2018 સુધી ઑનલાઇન અરજી માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેનો ખેડૂતોએ મહત્તમ લાભ લે તેમ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

વર્ષ 2018-19 બાગાયત ખાતાની વિવિધ યોજના હેઠળ રાજ્યના ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી વધુમાં વધુ લાભ લઇ શકે તે માટે ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલ, દેવીપૂજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણમાં સહાય તેમજ વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો સહાયના ઘટકો માટે પોર્ટલ 30 દિવસ માટે પહેલી જૂનથી ખુલ્લું મુકવામાં આવ્યું છે.