બૂલેટ ટ્રેન પ્રોજેક્ટઃ સાબરમતી સ્ટેશનની ડિઝાઇન તૈયાર, દાંડીકૂચની થીમ

અમદાવાદ– અમદાવાદ મુંબઇ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં તેજ બનેલી ગતિવિધિઓ તેજ બની રહી છે. પીએમ મોદીના સ્વપ્નિલ પ્રોજેક્ટ સમા આ કાર્યમાં વધુ એક ડગલું આગળ વધવાના સમાચાર મળી રહ્યાં છે.

જેમાં અમદાવાદના સાબરમતી સ્ટેશન પર મુખ્ય સ્ટેશન તૈયાર કરવા સંદર્ભે મહત્ત્વની જાણકારી બહાર આવી છે. સાબરમતી સ્ટેશન તૈયાર કરવા માટે કુલ 250 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે.

બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહત્ત્વના પ્રસ્તાવિત સાબરમતી સ્ટેશન પર 1500 ગાડીના પાર્કિંગની વ્યવસ્થા થશે. આ સાથે સાબરમતી સ્ટેશનની ડિઝાઇન તૈયાર થઇ ગઇ છે. સાબરમતી સ્ટેશનની થીમ દાંડી માર્ચ પર આધારિત હશે.

બૂલેટ ટ્રેનના ભાડાં માટે પણ રુપિયા 250થી લઇને 3000 સુધીનું ભાડું રાખવામાં આવે તેવી સંભાવના હાઇસ્પીડ રેલવે ઓથોરિટી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.