ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફે્બ્રુઆરીથી, 20મીએ બજેટ

ગાંધીનગર– ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. પ્રથમ દિવસે રાજ્યપાલ ઓ.પી. કોહલીના સંબોધન સાથે શરૂઆત થશે. તેમજ રીનોવેટ થયેલ વિધાનસભાનું ઉદઘાટન પણ રાજ્યપાલ કોહલીના હસ્તે થશે. 20 ફેબ્રુઆરીએ નાણાંપ્રધાન નિતીનભાઈ પટેલ ગુજરાતનું બજેટ રજૂ કરશે. જીએસટી લાગુ થયા પછીનું આ પ્રથમ બજેટ ગુજરાતના વિકાસ માટે ખુબ મહત્વનું બની રહેશે.જાણકારી મળ્યા મુજબ વિધાનસભાના સત્રમાં 7 વિધેયક રજૂ થશે. 19 ફેબ્રુઆરીએ જ 3 વિધેયક ગૃહમાં રજૂ થવાની સંભાવના છે. જેમાં ખેતીની જમીનના ટૂકડા પડતાં અટકાવવા તથા એક્ત્રિકરણનું સુધારા વિધેયક રજૂ થશે. આમાં સુધારા કરીને જમીનની તબદિલી બદલ જમીનની બજાર કીમતને બદલે જંત્રીની કીમતે દંડ ભરવો પડશે. પહેલા વટહુકમને બહાર પાડીને અમલ કરેલા નાણા ધિરધાર કરનાર બાબત અધિનિયમનો સુધારો, રોડ સેફટી ઓથોરિટીની રચાનનું બિલ પસાર કરી કાયદા બનાવાશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]