ગુજરાતમાં રિલ લાઇફના મોદી કરશે રિઅલ લાઇફના મોદીનો પ્રચાર

અમદાવાદઃ આવતીકાલથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગાંધીનગર લોકસભા બેઠકથી ઉમેદવાર અમિત શાહ પોતાનો પ્રચાર શરુ કરવાના છે. ત્યારે ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પ્રચાર કરવા માટે વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમન, નાણા પ્રધાન અરુણ જેટલી, નીતિન ગડકરી, સુષમા સ્વરાજ, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રુપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતના ચૂંટણી પ્રચારમાં જોડાશે. ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદીમાં કુલ 40 જેટલા પ્રચારકોની જાહેરાત કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદીના જીવન પર જે બાયોપીક બની રહી છે, તેમા વિવેક ઓબોરોય નરેન્દ્ર મોદીનું પાત્ર નિભાવી રહ્યા છે, રીલ લાઈફના મોદી ચૂંટણી સભામાં રીયલ લાઈફના મોદી માટે પ્રચાર કરશે. આ ઉપરાંત અન્ય સ્ટાર્સ પરેશ રાવલ અને મનોજ જોષી પણ ગુજરાતમાં જાહેરસભાઓ કરી ભાજપનો પ્રચાર કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]