જામનગરનાં ભાજપનાં સાંસદ પૂનમબેન માડમનાં પુત્રીનું દુખદ નિધન

જામનગર – ભારતીય જનતા પાર્ટીના જામનગરનાં સંસદસભ્ય પૂનમબેન માડમનાં 23 વર્ષીય પુત્રી શિવાનીનું સિંગાપોરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુખદ નિધન થયું છે.

શિવાની ગઈ દિવાળીમાં અકસ્માતપણે ગંભીર રીતે દાઝી ગયાં હતાં. એમને સારવાર માટે સિંગાપોર લઈ જવામાં આવ્યાં હતાં.

પૂનમબેન માડમનાં દિલ્હીસ્થિત નિવાસસ્થાનની અગાસી પર BIO ETHANOL હીટર ફાટતા શિવાની શરીર પર દાઝી ગયાં હતાં. એમને સારવાર માટે સિંગાપોર ખાતે લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમિયાન એમનું નિધન થયું છે.

શિવાની દાઝી ગયાં બાદ જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં હતાં.

દીકરી શિવાનીનાં મોતથી માડમ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. દીકરીની સારવાર માટે પૂૂનમબેન સિંગાપોરમાં જ હતાં.

શિવાનીનાં પાર્થિવ શરીરને સિંગાપોરથી દિલ્હી લાવવામાં આવશે અને દિલ્હી-NCRમાં જ એમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.