ભાજપે ગુજરાત સહિત જાહેર કરી વધુ 48 ઉમેદવારની યાદી, રીપિટ થીયરીનો…

નવી દિલ્હીઃ કેન્દ્રીય ભાજપના ત્રણ દિવસ ચાલેલા મહામંથન બાદ આજે મોડી સાંજે ભાજપની કેન્દ્રીય બેઠકમાં વધુ 48 ઉમેદવાદ પસંદ કરાયાં હોવાનું લિસ્ટ બહાર પાડ્યું છે. લોકસભા ચૂંટણીને અનુલક્ષી જાહેર થયેલ આ લિસ્ટમાં ગુજરાતની ઘણી બેઠકો માટે આ સાથે ઉમેદવાર જાહેર થઈ ગયાં છે. જેમાં પક્ષની રીતરસમથી અલગ રીપિટ થીયરીનો જયકાર દેખાયો છે.

ભાજપની કેન્દ્રીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક બાદ જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપાની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગુજરાત વિધાનસભાની ત્રણ બેઠક, ધ્રાંગધ્રા, માણાવદર અને જામનગર રુરલની પેટાચૂંટણીના ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યાં છે. પરસોત્તમ સાબરીયા, જવાહર ચાવડા અને રાઘવજી પટેલને ટિકીટ આપવામાં આવી છે. આ યાદીમાં ગુજરાતના 15, ગોવાના 2 ઉમેદવાર, મધ્યપ્રદેશના 15, ઝારખંડના 10, હિમાચલ પ્રદેશના 4 અને કર્ણાટકના – 2 ઉમેદવાર એમ કુલ 48 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે દિવસભર અમદવાદ પૂર્વની પરેશ રાવલની બેઠક માટે ચર્ચા ચાલી હતી તેનું સસ્પેન્સ આ યાદીમાં હજુ ખુલ્યું નથી.