હંમેશા કોંગ્રેસ અને પાકિસ્તાનની ભાષા એકસરખી કેમ હોય છે?: પિત્રોડા પર પ્રતિક્રિયા

અમદાવાદ-  સામ પિત્રોડાએ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યાં છે. તેમણે કહ્યું કે જો તેમણે 300 આતંકીઓ માર્યા છે તો ઠીક છે. હું બસ એટલું કહેવા માંગુ છું કે તમે મને તેના વધુ તથ્યો ઉપલબ્ધ કરાવી શકો છો અને તેને સ્પષ્ટ કરી શકો છો. જેના જવાબમાં ભાજપના પ્રવકતા ભરત પંડયાએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “હુમલાઓ તો થતાં રહે અને પુલવામા હુમલામાં પાકિસ્તાન જવાબદાર નથી “ આ પ્રકારનું સામ પિત્રોડાનું નિવેદન એ દેશ માટે આઘાતજનક છે. રાહુલ ગાંધીની થીન્ક ટેન્ક અને વિદેશમાં પણ તેમનાં કાર્યક્રમનાં સંયોજક હોય છે. આ નિવેદનોમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીનાં વિચારો અને ભાષા છે.

દુનિયાના દેશો પુલવામા હુમલામાં પાકિસ્તાન જવાબદાર છે. તેવું માનીને ભારતને સંપૂર્ણ સમર્થન કરી રહ્યાં છે. દેશનો વિપક્ષ કોંગ્રેસ પાકિસ્તાન જવાબદાર નથી તેમ કહે છે. હંમેશા કોંગ્રેસ અને પાકિસ્તાનની ભાષા એકસરખી કેમ હોય છે.?

સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક વખતે કોંગ્રેસનાં પુરાવા માગતાં નિવેદનોએ દેશના જવાનો, શહીદોનું અપમાન છે. દેશના જવાનો સ્ટ્રાઈક પાકિસ્તાનમાં કરે છે. અને કોંગ્રેસ અહીં કોમામાં કેમ જાય છે.?  દેશની જનતા જવાનો માટે ગૌરવ આનંદ લઈ રહી છે ત્યારે કોંગ્રેસ શોકમાં કેમ જતી રહે છે ?

કોંગ્રેસનાં નિવેદનો ઉપયોગ પાકિસ્તાનનાં નેતાઓ, લશ્કર,આતંકવાદીઓ અને પાકિસ્તાની મીડિયા કરે છે. તે જ બતાવે છે કે, કોંગ્રેસનાં વિચારો, નિવેદનો, ભાષા એ દેશ હિતમાં હોતી નથી.

કોંગ્રેસ ભલે તેનાં વિચારો અને સ્ટેન્ડ પાકિસ્તાન તરફ રાખે પરંતુ ભાજપના વિચારો,સ્ટેન્ડ અને એક્શન હમેશાં જવાનો અને દેશની જનતા તરફી જ છે અને રહેશે. દેશનાં જવાનો અને દેશનું અપમાન કરનાર કોંગ્રેસને ગુજરાત કે દેશની જનતા કયારેય માફ નહીં કરે. તેમ ભરત પંડયાએ અંતમાં જણાવ્યું હતું.

અરુણ જેટલીએ પણ સામ પિત્રોડાએ એર સ્ટ્રાઈક પર કરેલા સવાલોને ધ્યાનમાં રાખીને નિવેદન આપ્યું હતું  કે અમે ફક્ત રક્ષા નથી કરતા. આતંકવાદીઓ પર પ્રહાર પણ કરીએ છીએ. દેશને ન સમજનારાઓ આવું નિવેદન આપે છે.