બિટકોઇન કૌભાંડઃ પૂર્વ MLA નલીન કોટડીયા તપાસ ટીમને નેપાળમાં ન મળ્યાં, વિદેશ ભાગ્યાંની શંકા

અમદાવાદ- કરોડો રુપિયાના બિટકોઇન કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે તેને માટે ચિંતામાં વધારો થયો છે. છેલ્લાં કેટલાક દિવસોથી પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાને શોધી રહેલી ટીમને સફળતા મળી નથી. સીઆઈડી ક્રાઇમની એક ટીમ કોટડીયાને શોધવા નેપાળ ગઇ હતી અને નેપાળથી ઠાલે હાથે પરત ફરી છે.સીઆઈડી ક્રાઇમની ચિંતામાં વધારો એટલા માટે થયો છે કે કોટડીયા નેપાળથી અન્ય કોઇ સ્થળે, વિદેશમાં ભાગી જાય તેવી પ્રબળ આશંકા છે. બહાર આવેલી એક માહિતી પ્રમાણે નલીન કોટડીયા પાસે તેમનો પાસપોર્ટ નથી. પાસપોર્ટ ન હોવાથી અનેક તર્કવિતર્કો સર્જાયાં છે. આ કેસના મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટ પણ વિદેશમાં ભાગી ગયાં હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]