બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષાઃ સરકારે કરી મહત્વની જાહેરાત…

ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં મોટી લડત આપનાર વિદ્યાર્થીઓ સામે આખરે સરકાર ઝૂકવું પડ્યું છે. આજે રાજ્ય સરકારની બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મુદ્દે એક બેઠક કરી હતી. જેમાં લાખો વિદ્યાર્થીઓની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે સરકારે ગ્રેજ્યુએશનનો નિયમ પાછો ખેંચ્યો છે.

ગાંધીનરમાં મળેલી બેઠક બાદ રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે મોટી મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, જેમણે પણ આ પરીક્ષાનાં ફોર્મ ભર્યા છે, તેવા ઘોરણ 12 પાસ ઉમેદવારો અને કોઇપણ સ્નાતક ઉમેદવારો આ પરીક્ષા આપી શકશે. નીતિન પટેલે આ પરીક્ષાના નવી તારીખ 17 નવેમ્બર 2019, રવિવારનો રોજ નક્કી કરી છે. ડેપ્યૂટી સીએમના મુખે લાખો વિદ્યાર્થીઓએ આ સમાચાર સાંભળતા તેઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

  • ધોરણ 12 પાસ અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.
  • 17 નવેમ્બરે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાશે.
  • પરીક્ષા માટે અગાઉની પ્રોસેસને યથાવત રખાશે.
  • કોઈ પણ વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર નહીં બદલાય અને વિદ્યાર્થીઓએ બિન સચિવાલયની પરીક્ષા માટે નવું ફોર્મ ભરવાની પણ જરૂર નથી અને ઉમેદવારોએ ભરેલું જૂનુ ફોર્મ જ માન્ય ગણાશે.
  • કોલ લેટર અડધા કલાકમાં એનઆઈસીની વેબસાઈટ પર ઓપન કરી દેવાશે. જે વિદ્યાર્થીઓને ઓજસની વેબાસાઈટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે.
  • વિદ્યાર્થીઓને જૂના સેન્ટર મુજબ પર પરીક્ષા આપવાની રહેશે. કોઈપણ વિદ્યાર્થીનું કેન્દ્ર નહિ બદલાય.
  • જે ઉમેદવારોએ પોતાના નામો રજિસ્ટ્રેશન કરાવ્યા છે તે તમામ ઉમેદવારો પરીક્ષા આપી શકશે
  • રાજ્યના 3171 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. મેરીટના આધારે 3771 ઉમેદવારોને પસંદ કરવામાં આવશે.
  • તમામ અનામતની જોગવાઈઓ લાગુ કરીને ઉમેદવારોને પસંદ કરવામાં આવશે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]