કોણે અને શા માટે કરાવી જયંતી ભાનુશાળીની હત્યા?

અમદાવાદઃ ભાજપ પૂર્વ ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા માટે ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે રૂ.૩૦ લાખની સોપારી શશીકાંત ઉર્ફે બિટિયા દાદાને આપી હતી.દાદા અને અશરફ શેખને સાપુુતારા તોરણ ગેસ્ટ હાઉસમાંથી ઝડપી લીધા હતા. સોપારી લેનાર શંશીકાત અને અશરફની ધરપકડથી હત્યા કઈ રીતે થઈ અને કોણે શાર્પ શૂટરોને મદદ કરી તેની વિગતો મળી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે, જયંતી ભાનુશાળીની હત્યા માટે પૂણેના મોલમાં શંશીકાત અને અશરફ શેખને છબીલ પટેલ મળ્યા હતા. મોલામાં છબીલ પટેલે જયંતી ભાનુશાળીનો ફોટો બતાવી રૂ.૩૦ લાખમાં હત્યાની સોપારી આપી હતીને રૂ.૫ લાખ રોકડા આપ્યા હતા. ભાનુશાળી ખોટા કેસો કરીને હેરાન કરતો હોવાની વિગતો પટેલે આરોપીઓને આપી હતી.

પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી સામે ત્રણ યુવતીએ ફરિયાદ કરી હતી. જે છબીલ પટેલે કરાવી હોવાનું તેઓ માનતા હતા. અમદાવાદ તથા નલિયાકાંડમાં તેમની સામે શંકા વ્યકત કરવામાં આવી હતી. સુરતની યુવતીએ ફરિયાદ પરત ખેંચી હોવાથી તેમનો બચાવ થયો હતો. અમદાવાદમાં ૨૧ વર્ષની વિદ્યાર્થિનીએ જયંતી ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી. પછી વિદ્યાર્થિનીએ અચાનક દુષ્કર્મની ફરિયાદ પરત ખેંચી લીધી હતી.

પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી વાપીની મનીષા ગોસ્વામીની મદદથી અનેક સનદ અધિકારીઓ અને રાજકારણીઓની સીડી બનાવી હતી. જો કે પોતાનો ઉપયોગ કરી ભાનુશાળી કરોડો રૂપિયા કમાયા હતા.જેમાં થોડો ભાગ મળે એવુ મનીષા માનતી હતી તેથી મનીષાએ ભાનુશાળીના ભત્રીજા સુનીલની સીડી બનાવી મોટી રકમ માંગી હતી.

પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીએ પોલીસમાં એવી ફરિયાદ કરી હતી કે, તેમના ભત્રીજા સુનીલ પાસેથી રૂ.૧૦ કરોડની ખંડણી મનીષા ગોસ્વામી થતા અન્યો માંગી હતી. જયંતી ભાનુશાળીના ભત્રીજા સુનીલને અમદાવાદના કચ્છી ભુવનમાં બેભાન કરીને સેકસ વિડીયો ઉતારી લીધો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો. પોલીસે તપાસ કરીને મનીષા ગોસ્વામી સહિત અન્યની ધરપકડ કરી હતી. જેમાં મનીષાએ પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે, જયંતી ભાનુશાળી સાથે દસ વર્ષથી સંબધ હતો. ચાર વર્ષથી તેમના વચ્ચે મનમેળ રહ્યા નહોતા. નાણાંની જરૂરિયાત હોવાથી મનીષા ગોસ્વામીએ ભાનુશાળી પાસે માગતા આંગડિયા મારફતે રૂ.૨૫ લાખ મોકલ્યા હતા.પછી પાંચ લાખ મોકલીને બાહેધરી પત્ર મેળવ્યુ હતુ. જેમાં ભવિષ્યમાં હેરાન કરવામાં આવશે નહીં.

મનીષા ગોસ્વામી જેલમાં હતી ત્યારે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ તેને મળવા ગયા હતા અને જયંતી ભાનુશાળીનો કાંટો કાઢી નાંખવાનું નક્કી કર્યુ હતુ. પછી મનીષા ગોસ્વામીએ તેના મળતિયાએ મારફથે પૂણેના શાર્પ શુટરો સુધી છબીલ પટેલને ઓળખાણ કરાવીને રૂ.૩૦ લાખમાં સોપારી આપી હતી.

મનીષા ગોસ્વામી પકડાતા સનદી અધિકારીઓ અને રાજકારણીઓની સેકસ વિડીયો બહાર આવશે કે ભીનું સકલાશે તે હવે રાજકારણીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. મનીષા ગોસ્વામી મારફતે પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીએ ૩૫થી વધુ સનદી અધિકારીઓ અને રાજકારણીઓની સીડી બનાવી હતી. આ સેકસ સીડીઓ સીઆઈડી ક્રાઈમ કબજે લેશે કે ભીનું સંકેલી લેશે તે હવે જોવાનું રહ્યુ. કચ્છમાં મીઠી ખારેકના કોડવર્ડ હેઠળ સેકસકાંડની સીડીઓ ઉતારીને બ્લેક મેઈલ કરવામાં આવતુ હતુ.જેમાં કેટલાક નામાંકિત રાજકારણીઓ સામેલ હોવાથી ભાનુશાળી કેસની તપાસ ફુંકી ફુંકીને કરવામાં આવી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]