આસારામની સંસ્થાને શુભેચ્છા આપી ચૂડાસમાએ છંછેડ્યો વિવાદનો મધપૂડો

અમદાવાદઃ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના એક પત્ર પર વિવાદ થયો છે. પત્ર દ્વારા બળાત્કારના મામલામાં દોષિત ઠેરવાયેલા આસારામની સંસ્થાને અભિનંદન આપવામાં આવ્યા છે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ 14 ફેબ્રુઆરીના રોજ આસારામની સંસ્થા યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા મનાવવામાં આવનારા કાર્યક્રમમાં માતૃપિતૃ દિવસના વખાણ કર્યા છે.

ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ આસારામની સંસ્થાના વખાણ કરતા લખ્યું કે આપના દ્વારા મનાવવામાં આવનારા માતૃ પિતૃ દિવસથી આજની પેઢી પોતાના માતા-પિતા પ્રત્યે પોતાના માતા-પિતા પ્રત્યે જવાબદાર અને સારા નાગરિક બનશે. આ સીવાય તેમણે લખ્યું કે આપ આવી જ રીતે કાર્યક્રમ કરતા રહે તેવી શુભેચ્છા છે. રાજ્ય સરકારના પ્રધાન દ્વારા આ પ્રકારનો પત્ર લખવા પર હોબાળો થયો છે. જો કે ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાનું માનવું છે કે તેમણે કશું જ ખોટુ કર્યું નથી. શિક્ષણ પ્રધાને કહ્યું કે મે શુભેચ્છા પત્ર મોકલીને કશું ખોટુ કામ કર્યું નથી.

આપને જણાવી દઈએ કે ગત વર્ષે નવેમ્બરમાં પણ ગુજરાતની સરકારનો આસારામ માટેનો મોહ દેખાયો હતો.  અમદાવાદમાં આયોજિત એક બુકફેરમાં આસારામના પુસ્તકો વાળા સ્ટોલને લઈને વિવાદ થયો હતો. આ બુક ફેરનું આયોજન અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું. સંત આસારામજી સત્ય સાહિત્ય નામના સ્ટોલમાં ધર્મ, આધ્યાત્મ, માનવ મૂલ્યો અને મહિલા ઉત્થાન જેવા મુદ્દાઓ પર પુસ્તકો હતા. આ બુક ફેરનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ 24 નવેમ્બર 2018 ના રોજ કર્યું હતું. લોકોએ નગર નિગમના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે બળાત્કારના મામલે આસારામ જેલની સજા કાપી રહ્યા છે. તે અત્યારે રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છએ. સાધ્વીએ આરોપ લગાવ્યો હતો કે આસારામે ઈલાજના બહાને જોધપુરના એક ફાર્મ હાઉસમાં તેનું યૌન ઉત્પીડન કર્યું હતું. આસારામ છેલ્લા પાંચ વર્ષથી જેલમાં બંધ છે. જો કે તેમના દ્વારા ઘણીવાર જમાનત લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે પરંતુ જમાનત મળી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]