બાળક સાથે કુકૃત્ય કરનાર આરોપીને ફાંસીની સજા ફટકારાઇ

ભરુચ– બાળકો સામે વધી રહેલાં જાતીય અત્યાચારોના ખબર વગર એકપણ દિવસ પસાર થતો નથી એવામાં ભરુચમાં બનેલા એક કેસમાં એક દોષિતને ફાંસીની સજા સંભળાવાઇ છે. 2016માં બનેલી આ ઘટનામાં બે વર્ષમાં ચૂકાદો આવી ગયો છે.વિગત પ્રમાણે જંબુસરના પીલુદરા ગામમાં એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને તેની ક્રૂરહત્યા કરવામાં આવી હતી. ચાર વર્ષીય માસૂમ સાથે થયેલાં આ ગુનામાં મજૂરીકામ કરતો શંભુ રાયસંગ પઢિયાર નામનો એક શખ્સ ઝડપાયો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે તે યુવાન બાળકને આઇસક્રીમ ખવડાવવાની લાલચ આપીને નિર્જન સ્થળે લઇ જઇ ગુનો આચરીને તેની ગળું દબાવી હત્યા કરી દીધી હતી. આ ઘટના 2016માં બની હતી.

આ કેસ ભરુચની પોસ્કો સ્પેશિયલ જજ એચ જે દવે સમક્ષ ચાલી જતાં આરોપીને ફાંસીની સજા ફટકારતો ચૂકાદો આપ્યો હતો. જજે નોંધ્યું હતું કે અત્યંત હિન એવા આ કૃત્યમાં આરોપીને કૃત્ય કર્યાનો કોઇ અફસોસ નથી તેથી રહેમ દર્શાવવાનો અર્થ રહેતો નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]