અમદાવાદ ટાર્ગેટ ગોલ્ફ ચેલેન્જ, 3 રાઉન્ડમાં વિજેતા બન્યાં આ ખેલાડી

અમદાવાદછ  શહેરના 32 તેજસ્વી ગોલ્ફર્સ, એમેચ્યોર અને નિષ્ણાત ખેલાડીઓએ કેન્સવિલે ગોલ્ફ એકેડેમી દ્વારા આયોજીત ટાર્ગેટ ગોલ્ફ ચેલેન્જ ના ત્રીજા રાઉન્ડમાં ભાગ લીધો હતો. જેમાં ત્રીજા રાઉન્ડમાં ભરત સોલંકી વિજેતા નીવડ્યાં હતાં.તેમણે મેદાનમાં ગોલ્ફીંગનું નોંધપાત્ર કૌશલ્ય દર્શાવ્યું હતું. ભરત સોલંકી આસાનીથી ટોચના સ્થાને પહોંચી ગયા હતા. બીજા સ્થાન માટે દેવવ્રત સિંઘ રાજાવત અને કુ. અર્ચના કુમાર વચ્ચે રસપ્રદ ટાઈ બ્રેકર જરૂરી બન્યો હતો. કુ. અર્ચના કુમાર બીજુ સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ નિવડ્યા હતા, જ્યારે દેવવ્રત સિંઘ રાજાવતે બીજા ટાઈ બ્રેકરમાં ત્રીજુ સ્થાન હાંસલ કર્યું હતું.

વધુ એક ટાઈ બ્રેકરમાં વીર નાયક અને મનજીત સિંઘ કોચર વચ્ચે ચોથા સ્થાન માટે સ્પર્ધા થઈ હતી. મનજીત ઉપર મામૂલી સરસાઈ સાથે વીર નાયકે ચોથું સ્થાન હાંસલ કર્યું હતું.થર્ડ એડીશનના બે લક્ષ હતા- એક 40 વાર દૂર અને 60 વાર દૂર હતો. ખેલાડીઓએ બંનેમાંથી એકની પસંદગી કરવાની હતી. દરેક ટાર્ગેટમાં ગ્રીન એરિયા સર્કલ કરાયું હતું અને દરેક સર્કલની અલગ પોઈન્ટ વેલ્યુ હતી. દરેક ખેલાડીને 5 સ્ટ્રોક મારવાના હતા. 3 ઉત્તમ સ્ટ્રોકને આધારે વિજેતા નક્કી કરવાનો હતો.

આ પડકાર ખૂબ જ અનોખો હતો, કારણકે તેમાં પ્રોફેશનલ્સ અને એમેચ્યોર ખેલાડી બંને રમી રહ્યા હતા. નવા ખેલાડીઓ પ્રોફેશનલ્સ સાથે રમીને પોતાના કૌશલ્યને ધારદાર બનાવી રહ્યા હતા, જ્યારે પ્રોફેશનલ્સ તેમના શોટસ બહેતર બનાવવા માટે રમી રહયા હતા.

ગોલ્ફની રમતને વધુ આકર્ષક અને સમાવેશી બનાવવા કેન્સવીલે ગોલ્ફ એકેડેમીએ ટાર્ગેટ ગોલ્ફ ચેલેન્જ નું આયોજન કર્યું હતું. આ એક અનોખું ફોર્મેટ છે, જે અમદાવાદના ઉત્સાહી ગોલ્ફ ચાહકોમાં લોકપ્રિય બની રહ્યું છે. રમતનું આ ફોર્મેટ અમેરિકા અને યુરોપના દેશોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ રમતની મજા એ છે કે  નવોદિતની સાથે સાથે નિષ્ણાત ગોલ્ફર તેમની સાથે મળીને ગોલ્ફનો આનંદ માણી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]