બેટી બચાવો, બેટી પઢાઓ : ઓટો રિક્ષા દ્વારા જાગૃતિના પ્રયાસ

અમદાવાદ-  બેટી બચાવો બેટી પઢાઓની જાગૃતિના બેનર્સ સાથેની ઓટો  રિક્ષાઓને અમદાવાદ કલેક્ટર કચેરીથી લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી.
12મી સપ્ટેમ્બર, ગુરુવારના રોજ અમદાવાદના જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે , જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ અને બેટી બચાવો-બેટી બચાવો સેલના અધિકારીઓની ઉપસ્થિતિમાં ઓટો રિક્ષાઓને જુદા જુદા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મોકલવામાં આવી હતી.
અમદાવાદ શહેર કલેક્ટર કચેરીમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં 15 જેટલા રિક્ષા ચાલકો હાજર રહ્યા હતા. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 100 જેટલી રિક્ષાઓ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં બેટી બચાવો, બેટી પઢાઓનો મેસેજ પહોંચાડે એવો સંકલ્પ કરવામાં આવ્યો છે.
રિક્ષાઓ જુદા જુદા વિસ્તારમાં માર્ગો પર ફરતી હોય છે,  અંતરિયાળ ગામડાંઓના લોકો આ હરતા ફરતા વાહન પર લખેલા મેસેજ વાંચી શકે એ હેતુથી રિક્ષાઓને પસંદ કરવામાં આવી છે.

સરકારના આ સેલનો આશય છે કે દીકરીઓને સમાજમાં મહત્વનું સ્થાન મળે. કારણ એક દીકરી ઘણાં બધા પરિવારોને તારે છે…

(પ્રજ્ઞેશ વ્યાસ)
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]