સાવચેત રહેજો…. ગુજરાતમાં ફરીથી 5 દિવસ વરસાદની આગાહી

અમદાવાદ- ચોમાસામાં આ વખતે જે પેટર્ન જોવા મળી રહી છે તેમાં વાતાવરણમાં વરસાદી વાદળોની હલચલ પાંચ-છ દિવસની સર્ક્યૂલેશન સીસ્ટમમાં વરસાદી ગતિવિધિ વ્યાપ્ત થઈ રહી છે. વેધર વોચ ગ્રુપની બેઠકમાં
તારીખ ૮, ૯ અને ૧૦ ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સાવચેતીના પગલાંરુપે વડોદરા સહિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રેસ્કયુ ઓપરેશન માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ૧૭ ટુકડીઓ ડીપ્લોય કરી ગાંધીનગરમાં એક ટુકડી સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

આજે હવામાનવિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ રાજ્યમાં ફરી પાંચ દિવસ વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સેટેલાઈટ તસવીરમાં જણાય છે તેમ ઉત્તર પશ્વિમ બંગાળની ખાડીમાં સર્જાયેલ સર્ક્યુલેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. આ સીસ્ટમ 24 કલાકમાં ગુજરાત તરફ આગળ વધશે. જેને પગલે આગામી 8 ઓગસ્ટથી 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.આજ સીસ્ટમ હાલમાં કર્ણાટક મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવી રહી છે.જેનાથી પૂરની સ્થિતિ સર્જાઈ છે.

આગામી પાંચ દિવસ દરમિયાન છોટા ઉદેપુર, ડાંગ, તાપી, વલસાડ અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસાવી શકે છે. ત્રણ દિવસના

વિરામ પછી વરસાદ આવવાની આગાહી છે, જો કે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશાલીનો માહોલ છે, પણ દક્ષિણ ગુજરાતમાં અતિભારે તોફાની વરસાદ થતાં નુકસાન વધારે થયું છે.