અમદાવાદમાં ન્યુ યર પાર્ટી પર પ્રતિબંધ

અમદાવાદઃ નવા વર્ષની ઉજવણીની રાતે અમદાવાદના લોકોમાં ભારે ક્રેઝ જોવા મળે છે, પરંતુ કોરોનાના વધતા કેસોને જોતાં શહેરમાં 31 ડિસેમ્બરની ન્યુ યર પાર્ટી પર પ્રતિબંધ લાગી ગયો છે. પોલીસે નાઇટ પાર્ટી અને સમારોહ રદ કરવાના આદેશ આપ્યા છે. ડીસીપી હર્ષદ પટેલે કહ્યું છે કે નાઇટ પાર્ટી અથવા ઉજવણી કરનારા સામે સખત કાયદાકીય પગલાં લેવામાં આવશે.

આ પહેલાં રાજ્યમાં રથયાત્રા, ઇદ, દિવાળી, દેવ દિવાળી પર કોરોના ગ્રહણ લાગી ચૂક્યું છે. હવે ક્રિસમસ અને નવા વર્ષની રાતે થનારી પાર્ટી પર કોરોનાની અસર દેખાઈ રહી છો. રાજ્ય સરકારે કોરોના રોગચાળો ફેલાતો અટકાવવા માટે નાઇટ કરફ્યુ પણ વધારી દીધો છે.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે 15 દિવસ પછી ફરી એક વાર આઠ ડિસેમ્બરે નવો આદેશ જારી કરી નિર્દેશ આપ્યો હતો. એ આદેશ મુજબ આગામી આદેશ સુધી અમદાવાદમાં રાતે નવથી સવારે છ કલાક સુધી કરફ્યુ રહેશે. ડીસીપી કન્ટ્રોલ હર્ષદ પટેલે કહ્યું હતું કે 31 ડિસેમ્બરે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી રાતે નવ કલાક પછી નહીં થઈ શકે. જેઝી લોકોએ કોરોનાના દિશા-નિર્દેશો મુજબ નવા વર્ષની ઉજવણી અને ક્રિસમસની ઉજવણી કરવી પડશે. નિયમોનું પાલન નહીં કરનારા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]