સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગરમાં, CM રુપાણી કરાવશે ધ્વજવંદન

ગાંધીનગર- રાષ્ટ્રના સ્વાતંત્ર્યપર્વ ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૮ની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગરમાં કરાશે. ૧૫ ઓગસ્ટના રોજ સવારે ૯-૦૦ કલાકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરેન્દ્રનગરમાં ધ્વજવંદન કરાવશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભાવનગરમાં તથા નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ વડોદરામાં અને પ્રધાનમંડળના સભ્યો તથા જિલ્લા કલેકટરઓ વિવિધ જિલ્લામથકોએ સવારે ૯-૦૦ કલાકે ધ્વજવંદન કરાવશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ-ક્યાં ધ્વજવંદન કરાવશે તેની વિગત આ મુજબ છેઃ 

 

કેબીનેટ કક્ષાના પ્રધાનો
ક્રમ પ્રધાનોના નામ જિલ્લાનું નામ
આર.સી.ફળદુ અમદાવાદ
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટ
કૌશિકભાઇ પટેલ સુરત
સૌરભભાઇ પટેલ મહેસાણા
ગણપસિંહ વસાવા દાહોદ
જયેશભાઇ રાદડીયા જામનગર
દિલીપકુમાર ઠાકોર કચ્છ
ઇશ્વરભાઇ પરમાર ભરૂચ
કુંવરજીભાઇ બાવળીયા અમરેલી
રાજ્યકક્ષાના પ્રધાનો
૧૦ પ્રદિપસિંહ જાડેજા જૂનાગઢ
૧૧ પરબતભાઇ પટેલ બનાસકાંઠા
૧૨ બચુભાઇ ખાબડ પંચમહાલ
૧૩ જયદ્રથસિંહજી પરમાર ખેડા
૧૪ ઇશ્વરસિંહ પટેલ વલસાડ
૧૫ વાસણભાઇ આહિર પાટણ
૧૬ વિભાવરીબેન દવે સાબરકાંઠા
૧૭ રમણલાલ પાટકર આણંદ
૧૮ કિશોરભાઇ કાનાણી નવસારી

આ ઉપરાંત મોરબી, દેવભૂમિ-દ્વારકા, પોરબંદર, ગિર-સોમનાથ, તાપી, બોટાદ, ગાંધીનગર, મહિસાગર, અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા અને ડાંગ જિલ્લામાં સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]