પોરબંદરમાં મધદરિયે 9 ડ્રગ માફીયા પકડાયાં, જહાજને બ્લાસ્ટથી ઉડાવ્યું

પોરબંદર- લોકસભા ચૂંટણીના માહોલમાં ચારેતરફ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે ત્યારે પોરબંદરમાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત એટીએસે પોરબંદરમાં 9 ડ્રગ માફીયાઓને ઝડપી લીધાં છે.પોરબંદરમાં બનેલી આ ઘટનાની પ્રાથમિક ધોરણે મળતી વિગતો મુજબ ગુજરાત એટીએસ દ્વારા મધદરિયામાં એક મોટા ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત એટીએસને સફળતા પણ મળી છે.પાકિસ્તાનના હામિદ મલિકે આ કન્સાઇનમેન્ટ મોકલ્યું હતું અને આ ડ્રગ્સ લઈને નવ ઈરાની નાગરિકો સવાર હતા. આ કન્સાઇનમેન્ટ ભારતમાં જે વ્યક્તિ મેળવવાનો હતો તેની પણ માહિતી સામે આવી છે. એટીએસ તરફથી બહુ ઝડપથી આ બાબતે જાણકારી આપવામાં આવશે.

પોરબંદરના દરિયામાં એક જહાજમાં ડ્રગ્ઝ ભરેલું હતું. જેને લઇને એટીએસે કામગીરી હાથ ધરી હતી. ડ્રગ ભરેલા જહાજ સાથે 9 ડ્રગ માફિયા સંકળાયેલાં હતાં.  આ ડ્રગ્સ પાકિસ્તાનના બલુચિસ્તાન સ્થિત ગ્વાદર પોર્ટમાંથી બોટમાં ચડાવવામાં આવ્યું હતું.

સુરક્ષા એજન્સીઓ દ્વારા જહાજને પકડવાની કામગીરી જોતાં જ ડ્રગ માફીયાઓએ પુરાવાનો નાશ કરવા માટે ડ્રગ

ભરેલા જહાજને બ્લાસ્ટથી ઉડાવી દીધું હતું. જોકે એટીએસને 100 કિલોગ્રામ જેટલા ડ્રગના મુદ્દામાલ સહિત 9 ડ્રગ માફીયાને ઝડપી લેવામાં સફળતા મળી છે.

એટીએસે કરેલી આ કામગીરીમાં જહાજમાં અંદાજે 500 કરોડ રુપિયાની કીમતનું ડ્રગ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]