અમદાવાદ- ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભાજપાને ઉભી કરવામાં જેનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો એવા અટલ બિહારી વાજયેયીજીના અસ્થિ અમદાવાદ લાવવામાં આવ્યાં હતાં. શહેરીજનો એ યાત્રા સ્વરુપે લોકોએ અસ્થિના દર્શન કર્યા હતાં. ત્યારબાદ અસ્થિને સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર કરેલ મંચ પર લાવવામાં આવ્યાં હતાં.
સાબરમતી નદી કિનારે મંત્ર-સ્તોત્ર-ભજનો દ્વારા વાજપેયીજીને અંજલિ આપ્યાં બાદ અસ્થિ વિસર્જન કરાયાં હતાં.અમદાવાદ શહેર ના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના કાંઠે ઢળતી સંધ્યાએ કવિ હ્રદય રાજકારણી અટલજીની અસ્થિઓ વિસર્જિત થઇ એ વેળાએ મુખ્યમંત્રી વિજય રુપાણી, ભાજપા અધ્યક્ષ જીતુ વાઘાણી, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા, રાજ્યના મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, સહિત પક્ષના અગ્રણીઓ તેમજ સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.અહેવાલ-તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ