ગુજરાતઃ મહેસૂલી તલાટીની ૩,પ૩૩ જગ્યાઓ ઊભી કરવા મંજૂરી

ગાંધીનગર-ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સરળ અને સુવિધાપૂર્ણ મહેસૂલી સેવાઓ મળી રહે તેવા ઉદેશ્યથી રાજ્ય સરકારે મહેસૂલી તલાટી વર્ગ-૩ની નવી ૩પ૩૩ જગ્યાઓ ઊભી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.મહેસૂલપ્રધાન કૌશિકભાઇ પટેલે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્યમાં પ્રવર્તમાન ૧૭,ર૬પ ગ્રામ પંચાયતોમાં સુવિધાયુકત-સરળ મહેસૂલી સેવાઓ મળી રહે તે માટે બે ગ્રામ પંચાયત દીઠ એક મહેસૂલી તલાટીની જગ્યાઓની આવશ્યકતા છે. આ હેતુસર સમગ્રતયા ૭,૧૩૩ મહેસૂલી તલાટીઓની જરૂરિયાત સામે હાલ ૩,૬૦૦ મહેસૂલી તલાટીની આવી જગ્યાઓ ઉપલબ્ધ છે. આ ૩૬૦૦ મહેસૂલી તલાટીઓ ઉપરાંત નવી ૩,પ૩૩ જગ્યાઓ ઊભી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકારે આપતાં હવે બે ગામ દીઠ એક મહેસૂલી તલાટીની સેવાઓ આગામી સમયમાં ઉપલબ્ધ બનશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]