બે રુપિયે કિલોના રાહતદરે ઘાસનું વિતરણ ચાલુ રહેશેઃ સીએમ રુપાણી

0
1735
ગાંધીનગરઃ રાજ્યના ઉત્તરીય ભાગોમાં વરસાદ ખેંચાતાં પશુધન માટે ચારાની વ્યવસ્થા માટે સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના પશુધન પ્રત્યે સંવેદના દાખવતાં નિર્ણય જાહેર કર્યો છે કે રાહતદરનું ઘાસ ચાલુ રાખવામાં આવશે.
રાજ્યના કુલ 44 તાલુકાઓ કે જ્યાં 125 મી.મીથી ઓછો વરસાદ થયો છે તેવા તાલુકાઓમાં ગૌશાળા પાંંજરાપોળના પશુઓ માટે તે તાલુકાઓમાં 125 મી મી વરસાદ થાય ત્યાં સુધી અથવા અન્ય નિર્ણય થતાં સુધી 2 રૂપિયે કિલોના રાહત દરે ઘાસનું વિતરણ ચાલુ રાખવામાં આવશે.
આ રાહત દરે ઘાસ વિતરણની મુદત 31 જુલાઈના રોજ પૂર્ણ થતી હતી, પરંતુ જરુરત વર્તાતાં પશુપાલકોની રજૂઆતોને લઇને સરકારે રાહત દરનું ઘાસ વિતરણ પૂરું પાડવા નક્કી કર્યું છે.