અમદાવાદઃ આંગડીયા પેઢીના કર્મચારીની હત્યા કેસમાં 6ની ધરપકડ

અમદાવાદઃ આશ્રમરોડ પર ગૂજરાત વિદ્યાપીઠ પાસે ગત શુક્રવારે આંગડિયા પેઢીના એક કર્મચારીની હત્યા કરીને લૂંટ ચલાવવામાં આવી હતી. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. પોલીસે આ ગુના માટે છ શખ્સોની ધરપકડ કરી છે.  આ ઉપરાંત પોલીસે હીરા અને દાગીના સહિત લૂંટનો માલ પણ જપ્ત કરી લીધો છે.

આરોપીઓમાં કિરીટ ચૌહાણ, રજનીશ કનોજીયા, આશુ યાદવ અને રાજુ મારવાડનો સમાવેશ થાય છે. રાજુએ આ ગુનાને અંજામ આપવામાં મુખ્ય સૂત્રધારનો ભાગ ભજવ્યો છે. આશુ એક શાર્પ શુટર છે, જેને હત્યા કરવા માટે સ્પેશીયલ યુપીથી બોલાવવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યુ છે કે આ તમામ આરોપીઓ આઠ તારીખથી રેકી કરતા હતા. જો કે આંગડિયાને જ ટાર્ગેટ કરવાનો તેમનો કોઈ સ્પેશીયલ પ્લાનીંગ નહોતો. પરંતુ રેકી દરમીયાન તેમને ખ્યાલ આવ્યો કે આંગડીયાના કર્મચારીઓ પાસે જ સૌથી વધારે વજનદાર સામાન હોય છે. અગાઉ આંગડિયામાં કામ કરી ચૂકેલા એક કર્મચારીએ આરોપીઓને તમામ માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે આંગડિયા અંબાલાલ હરગોવનદાસ પેઢીમાં સુરત, મુંબઈ, વડોદરાથી આવેલા પેકેટમાં મોટાભાગે હીરા, માણેક અને મોતી હતાં. બે થેલામાં આ પેકેટ લઈને અરવિંદભાઈ ઉત્તર ગુજરાતના શહેરોમાં જવાના હતા ત્યારે લૂંટ થઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]