ગાંધીનગર– ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન રહી ચૂકેલાં આનંદીબહેન પટેલ હવે આગામી વિધાનસભા ચૂંટણી નહીં લડવાની જાહેર ઇચ્છા દર્શાવી હતી.
તેમણે પક્ષપ્રમુખ અમિત શાહને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે પક્ષની 75 પ્લસને ચૂંટણી નહીં લડાવવાની પક્ષની નીતિ યાદ કરાવતાં લખ્યું છે કે વિસ્તારમાં વર્ષોથી કામ કરતાં કાર્યકર્તાઓને પણ મોટી ચૂંટણીઓ લડી આગળ આવવાની સ્વાભાવિક ઇચ્છા સેન્સ દરમિયાનના કામકાજમાં જોવા મળી હતી. ત્યારે તેઓને ટિકીટ આપવાની ભલામણ પણ પત્રમાં કરી હતી. આનંદીબહેને આ વખતે તેમના ફેસબૂક વોલ પર પત્ર લખ્યો નથી પણ તેમનો આ પત્ર બહાર આવી જતાં આજે ઘાટલોડિયા વિસ્તારના તેમના મતદારોને આંચકો લાગ્યો હતો.તેમનો પત્ર આ રહ્યોઃ